મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા અજય દેવગણે એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. અભિનેતા લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી ઝડપ પર ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 20 જવાનોની કહાની બતાવવામાં આવશે.
ગલવાન ઘાટીની હિંસક ઝડપ પર અજય દેવગણ બનાવશે ફિલ્મ - Ajay Devgan
ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિસંક ઝડપ પર બૉલિવૂડ અભિનેતા અજય દેવગણ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે.
જો કે, ફિલ્મનુ નામ અને કાસ્ટ હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી અને એ પણ નક્કી નથી કે, અજય દેવગણ આ ફિલ્મમાં પાત્ર ભજવશે કે પછી ફિલ્મને માત્ર પ્રોડયુસ જ કરશે. નોંધનીય છે કે, 15 જૂને લદ્દાખમાં પૂર્વી વિસ્તારમાં સ્થિત ગલવાન ઘાટીમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ ઝડપમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતાં. 1975 બાદ પહેલીવાર ભારત અને ચીન સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.
અજય દેવગણીની આગામી ફિલ્મની વાત કરીએ તો તે 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં લીડ રોલમાં જોવા મળશે. લોકડાઉનને કારણે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.