ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાજામૌલીની RRRમાં અજય દેવગણની ભૂમિકા વિશે થયો ખુલાસો - આલિયા ભટ્ટ

બાહુબલીના ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલીની બહુચર્ચિત આગામી ફિલ્મ RRRમાં અભિનેતા અજય દેવગણના પાત્ર વિશે ખુલાસો થયો છે. રિપોર્ટ્સ મુજબ અજય દેવગણ રામ ચરણ તેજા અને જુનિયર NTRના ગુરુના રોલમાં જોવા મળશે.

રાજામૌલીની RRRમાં અજય દેવગણની ભૂમિકા વિશે ખુલાસો
રાજામૌલીની RRRમાં અજય દેવગણની ભૂમિકા વિશે ખુલાસો

By

Published : Jun 24, 2020, 4:34 PM IST

મુંબઈ: એસ એસ રાજામૌલીની મોટાપાયે બની રહેલી ફિલ્મ RRR આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. હાલમાં કોરોના વચ્ચે ટ્રાયલ શૂટિંગ કરવાનુ નક્કી થતાં આ ફિલ્મે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ હૈદરાબાદમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં શૂટિંગ કેન્સલ થયું હતું.

હવે આ ફિલ્મની પટકથા અને અજય દેવગણની ભૂમિકા લઈને એક મહત્વની વાત સામે આવી છે. આ ફિલ્મ ભારતના બે બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અલ્લુરી સીતારામ અને કોમારામ ભીમ વિશે છે જેમાં 1920નો આઝાદી પહેલાંનો સમયગાળો દર્શાવવામાં આવશે.

અજય દેવગણ એક રાષ્ટ્રવાદી અને રામ ચરણ તેજા અને જુનિયર NTR ના ગુરુના રોલમાં જોવા મળશે. અજયે રામોજી ફિલ્મ સિટીમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું જે દરમિયાન 1900 ના સમયની દિલ્હીનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. અજય ફિલ્મના ફ્લેશબેક દ્રશ્યોમાં જોવા મળશે.

ઉપરાંત ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ કેમિયો ભજવતી જોવા મળશે જ્યારે શ્રિયા સરણ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું 25 ટકા શૂટિંગ હજી બાકી છે.

ABOUT THE AUTHOR

...view details