મુંબઈઃ બોલીવૂડના સિંધમ અભિનેતા અજય દેવગનની પુત્રી ન્યાસાનો આજે જન્મદિવસ છે. પિતા અજય દેવગને ઈન્સ્ટાગ્રામ પર બંનેના ફોટા શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કાજોલ અને અજય દેગનની મોટી દિકરી ન્યાસા આજે એટલે કે 20 એપ્રિલે 17 વર્ષની થઈ છે. આ તકે અજય દેવગને ઈન્સ્ટાગ્રામ પર બંનેના ફોટા શેર કરી ન્યાસાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.
અજય દેગવણે પુત્રી ન્યાસાને જન્મદિવસની પાઠવી શુભેચ્છા - બૉલીવુડ ન્યૂઝ
બોલીવૂડની હિટ જોડી કાજોલ અને અજય દેવગણની પુત્રી ન્યાસાનો આજે જન્મદિવસ છે. ન્યાસા આજે એટલ કે 20 એપ્રિલે 17 વર્ષની થઈ છે. પિતા અજય દેવગણે બંનેના ફોટા શેર કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
![અજય દેગવણે પુત્રી ન્યાસાને જન્મદિવસની પાઠવી શુભેચ્છા Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6864953-830-6864953-1587367781718.jpg)
Ajay devgan
અભિનેતાએ ન્યાસા સાથે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'જન્મદિવસની શુભકામનાઓ, પ્યારી બેટી. ઈશ્વર તને તમામ સુખ આપે. ઘરે રહો અને સુરક્ષિત રહો.' અજય દેવગને શેર કરેલા ફોટા સોશિયલ મીડિયામાં ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ અનેક ફેન્સે પણ ન્યાસાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.