ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ધારાવીમાં કોરોના મહામારીમાં સપડાયેલા લોકો માટે અજય દેવગણે કરી મદદ - ધારાવીમાં કોરોના મહામારીમાં સપડાયેલા લોકો માટે અજય દેવગણે કરી મદદ

મુંબઈના ધારાવીમાં સતત વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફક્ત 15 દિવસમાં ઉભા કરવામાં આવેલા ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટર માટે બોલિવૂડ અભિનેતા અજય દેવગણે આર્થિક મદદ કરી.

ધારાવીમાં કોરોના મહામારીમાં સપડાયેલા લોકો માટે અજય દેવગણે કરી મદદ
ધારાવીમાં કોરોના મહામારીમાં સપડાયેલા લોકો માટે અજય દેવગણે કરી મદદ

By

Published : Jun 1, 2020, 8:39 PM IST

મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં કોરોના કેસની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં ત્યાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે ઉભા કરવામાં આવેલા ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટર માટે બોલિવૂડ અભિનેતા અજય દેવગણે આર્થિક મદદ કરી છે. આ પહેલા પણ અભિનેતા ત્યાંના 700 પરિવારોને અનાજ પહોંચાડી ચૂક્યો છે.

આ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં 200 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જી-નોર્થના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘવકરએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે અમે 200 બેડ માટે ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાત વિશે જણાવ્યું ત્યારે તેઓ તરત જ આ માટે તૈયાર થઇ ગયા હતા.

અજય દેવગણે 27 મેના રોજ સોશિયલ મીડિયા દ્વારા ધારાવીમાં વસતા લોકો માટે મદદની અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details