જે બાદ અંતે અજય દેવગન બોલે છે, અબ લહરાઓ ભગવા ઔર કર દો એલાન...પહલે શાદી કોઢાણા કી..ફિર મેરે રાય બા કી..આ ઉપરાંત ટ્રેલરમાં ઘણાં જ સારા સંવાદો છે. ટ્રેલરમાં વિઝ્યુઅલ્સ ઘણાં જ સારા જોવા મળે છે, જેમાં પાણીમાં તોપ લઈ જતાં સિપાહીઓ, દોરડાની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં સૈનિક. બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગે છે, ‘વીર હૈં ચલા...’ ઘણું જ સારું છે.
"તાનાજી"નો બીજો ટ્રેલર રિલીઝ,અજય દેવગન દમદાર એક્શનમાં દેખાયો - અજય દેવગન દમદાર એક્શનમાં દેખાયો
મુંબઇ : અભિનેતા અજય દેવગન સ્ટારર ફિલ્મ "તાનાજી"નો બીજો ટ્રેલર રિલીઝ થયું છે.ટ્રેલરમાં તાનાજી માલુલરેના પાત્રમાં અજય દેવગન દમદાર જોવા મળી રહ્યો છે.બે મિનીટના ટ્રેલરની શરૂઆતમાં સંજય મિશ્રાના આવાજથી થાય છે.‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’નું બીજું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાનદાર સંવાદો તથા સારા વિઝ્યુઅલ્સ જોવા મળ્યાં છે. આ ઉપરાંત ‘ઓમકારા’ બાદ ફરી એકવાર અજય દેવગન સામે સૈફ અલી ખાન મજબૂતીથી ટક્કર લઈ રહ્યો છે.શરૂઆતમાં સંજય મિશ્રા કેહ છે કે,"ભારત...એક સોને કી ચિડિયા..." પરંતુ પર કઈ બાહરી આક્રમણકારિયોને ચિડિયા કી ઉસ આત્મા કો છલની કર દિયા...
"તાનાજી"નો બીજો ટ્રેલર રિલીઝ,અજય દેવગન દમદાર એક્શનમાં દેખાયો
ઉલ્લેખનીય છે કે, અજય દેવગનની આ ફિલ્મ શિવાજીના સૂબેદાર તાનાજી માલૂસરે પર આધારિત છે. આ ફિલ્મમાં અજયની સાથે કાજોલ તથા સૈફ અલી ખાન છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ જ દિવસે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ રિલીઝ થવાની છે.