નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંક્રમણના ફેલાવાને રોકવા માટે ડૉક્ટર સતત મહેનત કરી રહ્યા છે. પોતાના જીવના જોખમે તે દિવસ અને રાત લોકોની સારવાર કરી રહ્યા છે. જો કે, તેના બદલામાં અમુક લોકો તેની સાથે ખોટું કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં પાડોશી ડૉકટરોને ખરાબ શબ્દો કહી રહ્યો છે અને ખરાબ વર્તન કરી રહ્યો છે. જેના પર બૉલિવૂડ અભિનેતા અજય દેવગણે પ્રતિક્રિયા આપી હતી અને ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
અજય દેવગણે ટ્વીટ કરતાં લખ્યું કે, તે બધા જ લોકોને ખૂબ મારો જે ડૉકટરો સાથે ખરાબ ર્તની કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, "ધૃણા અને ગુસ્સો અનુભવી રહ્યો છું. આ રિપોર્ટ વાંચીને જેમાં ભણેલા લોકો આધારહીન અનુમાન પર પોતાના પાડોશમાં રહતા ડૉકટર પર હુમલો કરી રહ્યો છે. આવા અસંવેદનશીલ લોકો સૌથી મોટા અપરાધી છે."
અજય દેવગનનું આ ટ્વીટ ખૂબ જ વાઇરલ થઇ રહ્યું છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વધુમાં જણાવીએ તો ડૉકટરો સાથે ખરાબ વર્તનનો આ વીડિયો વાઇરલ થયો હતો, જેને લઇને વડાપ્રધાન મોદીએ પણ લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, કોઇ પણ ડૉકટર્સ અથવા નર્સેસ સાથે દુરવ્યવહાર કરશે તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.