ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અજય દેવગણ કરશે ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં કેમિયો - news in Mumbai

મુંબઇ: લગભગ 20 વર્ષ પછી અજય દેવગન ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં કામ કરી શકે છે. જેમાં અભિનેતા એક નાનકડી ભૂમિકા ભજવી શકે છે.

gangubai kathiawadi

By

Published : Nov 1, 2019, 10:08 AM IST

આલિયા ભટ્ટની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2020ના રોજ રિલીઝ થાશે.

ફિલ્મના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, આ કોઈ મોટો રોલ નથી. પરંતુ એક વિશેષ રોલ છે. જે ખૂબ જ મનોરંજન આપશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.

અજય દેવગણ સંજય લીલા ભણસાલી સાથે બીજા વાર કામ કરશે, આ અગાઉ 1999ના રોમેન્ટિક હિટ ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' માં અજય દેવગણે કામ કર્યું હતું. જેમાં લીડ રોલ્સમાં સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચને પણ હતા.

આ દરમિયાન એ પણ ખબર છે કે, ભણસાલીએ ફિલ્મમાં ડોન હાજી મસ્તાનના પાત્ર કરવા માટે હૃતિક રોશનનો સંપર્ક કરવાની યોજના બનાવી છે.

ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરથી ચાલુ થઈ શકે છે. તમને જણાવી દઇએ કે, ભણસાલી હાલ ફિલ્મ બૈજુ બાવર, રિલીઝ કરવાની તૈયારીમાં છે.

ABOUT THE AUTHOR

...view details