કોમેડી કિંગ બાદશાહ કપિલ શર્મા તેના શોમાં કોમેડી કરી લોકોનું મનોરંજન કરે છે. લોકપ્રિય ટીવી શોમાં કપિલ શર્માના શોની ગણના થાય છે. આ શોમાં બોલીવૂડ સ્ટાર્સ પોતાની ફિલ્મ પ્રમોટ કરવા આવે છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કપિલ અજય પાસેથી પૈસા લેતો નજરે પડે છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમા કપિલ અજય પાસેથી પૈસા લેતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા કપિલ અજયની ફિલ્મના વખાણમાં બોલે છે, જે બાદ અજય તેને આ વખાણ કરવા બદલ પૈસા આપે છે. કપિલ કહે છે કે, આપણી વચ્ચે 1200ની વાત થઈ હતી, હવે તમે ઓછા પૈસા આપી રહ્યા છો.