ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અજય દેવગન અને અમિતાભ બચ્ચને "આયુષ્માન ભારત"ની સફળતા માટે PM મોદીને અભિનંદન આપ્યા - સિંઘમ સ્ટાર

દેશની આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારતે 1 કરોડ લાભાર્થીઓનો આંકડો પાર કરી લેતા અજય દેવગન અને અમિતાભ બચ્ચને પીએમ મોદીને આ સફળતા બદલ અભિનંદન આપ્યા છે.

AMITAB AJAY PM MODI
પીએમ મોદી

By

Published : May 21, 2020, 3:18 PM IST

મુંબઈ: અભિનેતા અજય દેવગન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બુધવારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. કારણકે, ભારત સરકારની યોજના આયુષ્માન ભારતે 1 કરોડ લાભાર્થીઓનો વિશાળ આંકડો પાર કર્યો છે.

સરકારી સ્વાસ્થ્ય વીમા યોજનાની સફળતા પર ખુશી વ્યકત કરતા 'સિંઘમ સ્ટારે ટ્વિટર પર લખ્યું કે, દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારતે 1 કરોડ લાભાર્થીઓનો આંકડો પાર કરી લીધો છે. 2 વર્ષમાં આ મોટુ પગલું કહી શકાય. હું નરેન્દ્રમોદીને અભિનંદન આપું છું. સ્વસ્થ રાષ્ટ્ર જ મજબૂત રાષ્ટ્ર છે.

બીજી તરફ મહાનાયક અમિતાભ બચ્ચને લખ્યું કે, આયુષ્માન ભારતની આ સફળતા માટે અભિનંદન # 1 કરોડ આયુષ્માન.'

આયુષ્માન ભારત યોજના દેશની સ્વાસ્થ્ય વીમા યોજના છે. જેનો ઉદ્દેશય નિ:શુલ્ક આરોગ્ય કવરેજ અને દેશના ગરીબ લોકોને સુવિધા આપવાનો છે.

ABOUT THE AUTHOR

...view details