ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એશ્વર્યા રાયની માતા વૃંદા રાયનો જન્મદિવસ, આરાધ્યાએ નાનીને પાઠવી શુભેચ્છા - અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન

બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની માતા વૃંદાનો આજે જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ તેની માતાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારે અભિનેત્રીએ એક ભાવનાત્મક પોસ્ટ્સ પણ લખી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેણે પુત્રી આરાધ્યાનો ફોટો પણ તેની માતા સાથે શેર કર્યો હતો. જણાવી દઇએ કે એશની માતા એક સ્ક્રિપ્ટ લેખક છે.

એશ્વર્યા રાયની માતા વૃંદા રાયનો જન્મદિવસ, આરાધ્યાએ નાનીને પાઠવી શુભેચ્છા
એશ્વર્યા રાયની માતા વૃંદા રાયનો જન્મદિવસ, આરાધ્યાએ નાનીને પાઠવી શુભેચ્છા

By

Published : May 24, 2020, 7:21 PM IST

મુંબઇ : આજે અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની માતાનો જન્મદિવસ છે. આ ખાસ દિવસ પર અભિનેત્રીએ તેની માતા સાથેનો એક ફોટો સોશિયલ મીડીયા પર શેર કર્યો હતો અને એક પોલ્ટ લખી તેમની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આરાધ્યા એ પણ તેની નાનીને આ ખાસ દિવસે પર શુભેચ્છા પાઠવી હતી.

એશ્વર્યા રાયએ તેની માતા સાથે એક ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું હતું કે, 'અમારી લાડકી માતા .. ડોડા. અમને તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. હંમેશાં ચમકતા રહો. ' એશે એક બીજો ફોટો શેર કર્યો છે, જેમાં તેની માતા તેની પૌત્રી આરાધ્યાને પ્રેમ કરી રહી છે.

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયે 1994 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તેની એક જૂની તસવીર વાઇરલ થઈ હતી જેમાં તે જમીન પર તેની માતા સાથે જમવા બેઠી છે. એશ્વર્યા અને તેની માતા વૃંદાની આ તસવીર મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ એક ભોજન સમારોહની છે.

ABOUT THE AUTHOR

...view details