ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોશિયલ મીડિયા પર બોલિવૂડ સ્ટાર્સની ધૂમ, ફેન્સને અનોખા અંદાજમાં આપી હોળીની શુભેચ્છા - બોલિવુડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

આજે સમગ્ર દેશમાં હોળી મનાવામાં આવી રહી છે. લોકો એક-બીજાની સાથે હોળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બોલીવૂડ સ્ટાર્સે પણ હોળીની ઉજવણી કરી હતી અને ફેન્સને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટાર્સે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ કોરોના વાયરસથી સાવધાન રહેવા પણ અપીલ કરી હતી.

બોલિવુડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, અનોખા અંદાજમાં ફેન્સને પાઠવી હોળીની શુભેચ્છા
બોલિવુડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, અનોખા અંદાજમાં ફેન્સને પાઠવી હોળીની શુભેચ્છા

By

Published : Mar 10, 2020, 5:17 PM IST

મુંબઈ: સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે હોળી પર બોલિવૂડ સ્ટાર્સ પણ ધામધૂમથી હોળીનો તહેવાર ઉજવી રહ્યાં છે. સાથે જ આ સ્ટાર્સ પોતાના ફેન્સને અલગ-અલગ અંદાજમાં હોળીની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. એશ્વર્યા રાય બચ્ચને હોળીના અવસર પર સોશિયલ મીડિયા પર પોતાની દીકરી આરાધ્યા સાથે ફોટો શેર કર્યો છે. અમિતાભના ઘરમાં થયેલા હોળિકા દહનની તસવીરો સામે આવી છે. આ સિવાય ઋષિ કપૂર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર, દિયા મિર્ઝા જેવા સ્ટાર્સે હોળીની શુભેચ્છા પાઠવી છે.

હોળીને લઇને સૌ કોઇ ઉત્સાહિત હોય છે પરંતુ બોલીવુડની હોળીની તો વાત જ કંઇક અલગ હોય છે. ફિલ્મી સ્ટાર્સ પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી પણ સમય કાઢી હોળીની મજા માણે છે. ફિલ્મી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતોના ફેન્સને હોળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

અમિતાભ બચ્ચને પહેલા જ કહ્યું હતું કે તે આ વખતે હોળી નહીં મનાવે કારણ કે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાની તબિયત નાદુરસ્ત છે અને તેઓ હોસ્પિટલમાં છે. આમ છતાં તે પોતાના ફેન્સને ભૂલ્યા ન હતા અને એમણે સોશિયલ મીડિયા પર સૌને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

એક્ટર ઋષિ કપૂરે તેમના બાળપણની એક તસવીરે શેર કરીને બધાંને હોળીની શુભેચ્છા પાઠવી છે. સાથે જ તેમણે લોકોને કોરોના વાયરસથી સાવધાન રહેવાની સલાહ આપી છે. તો એક્ટ્રેસ આલિયા ભટ્ટે તેની અને વરૂણ ધવનની ફિલ્સ બદ્રીનાથ કી દુલ્હનિયાની એક વીડિયો ક્લિપ શેર કરીને હોળીની શુભેચ્છા પાઠવી. શિલ્પા શેટ્ટીએ હોળીની શુભેચ્છા પાઠવવા એક મજેદાક ટિકટોક વીડિયો શેર કર્યો. દીપિકા પાદુકોણે ડાંસ કરીને ફેન્સને પાઠવી શુભેચ્છા. રણદીપ હુડ્ડાએ પણ હોળી સેલિબ્રેશન સાથે પિતાને જન્મદિવનની શુભેચ્છા પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details