ન્યૂઝ ડેસ્ક: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત બોલિવૂડમાં ડેબ્યૂ (Aishwarya Rajnikant Bollywood Debue) કરવા જઈ રહી છે, ત્યારે ઐશ્વર્યા સાઉથની ડાયરેક્ટર અને સિંગર છે. ઐશ્વર્યા નિર્દેશક તરીકે હિન્દી સિનેમામાં પોતાની કિસ્મત અજમાવવા જઈ રહી (Aishwarya Rajnikant hindi Films) છે, જ્યારે ફિલ્મનું ટાઈટલ પણ નક્કી થઈ ગયું છે. ઐશ્વર્યા નિર્માતા મીનુ અરોરા સાથે પોતાનો પહેલો બોલિવૂડ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. જે એક લવ સ્ટોરી ફિલ્મ હશે અને તે સત્ય ઘટના પર આધારિત છે.
ઐશ્વર્યા 'ઓ સાથી ચલ' નામની હિન્દી ફિલ્મ બનાવવશે:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા 'ઓ સાથી ચલ' નામની હિન્દી ફિલ્મ બનાવવા જઈ રહી છે. હાલ ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. આ સમાચારની નિર્માતા મીનુએ પુષ્ટિ કરી છે. આ સંદર્ભે મીનુએ કહ્યું કે, ફિલ્મની સ્ટારકાસ્ટની પસંદગી થવાની બાકી છે. ઐશ્વર્યા અંગે વાત કરીએ તો તે હાલમાં જ તેના ગીત મુસાફિરથી ચર્ચામાં આવી હતી. આ પહેલા પણ તે કોરોના પોઝિટિવ હોવાના કારણે હેડલાઈન્સમાં આવી હતી.
આ પણ વાંચો:HBD Rani Mukharji: રાની મુખર્જીને અભિનેત્રી બનવામાં કોઇ દિલચસ્પી ના હતી