- અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વાર ફિલ્મી પડદે દેખાશે
- મણિરત્નમની ફિલ્મ પીએસ-1થી ફિલ્મી પડદે કરશે રિએન્ટ્રી
- ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરી આપી માહિતી
અમદાવાદઃઅભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વાર ફિલ્મી પડદે ધૂમ મચાવવા આવી રહી છે. હાલમાં જ ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને મોટી જાહેરાત કરી છે કે, તે આગામી ફિલ્મ પીએસ-1માં જોવા મળશે. પીએસ-1 ફિલ્મને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મણિરત્નમ બનાવી રહ્યા છે. જોકે, ઐશ્વર્યાએ સોમવારે રાત્રે ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેના ફેન્સને મોટી ભેટ આપી છે. આ ફિલ્મના પોસ્ટરમાં લખ્યું છે કે, પીએસ-1 પાર્ટ વન આ ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન આપશે. આ ફોટો શેર કરતા ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, જીવનમાં ગોલ્ડન એરા ફરી આવી રહ્યો છે. મણિરત્નમની પોન્નિયિન સેલ્વન (પીએસ-1).