મુંબઇઃ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે એશ્વર્યા રાય બચ્ચનનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. લેટેસ્ટ માહિતી મુજબ એશ્વર્યા બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ફેન્સ અને બચ્ચન પરિવાર માટે પરેશાનીની વાત છે.
અમિતાભ- અભિષેક બાદ હવે એશ્વર્યા અને પુત્રી આરાધ્યાને પણ કોરોના પોઝિટિવ, જયા બચ્ચન નેગેટિવ - Aishwarya Rai Bacchan tested covid 19 positive
એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા બચ્ચનનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ફેન્સ અને બચ્ચન પરિવાર માટે પરેશાનીની વાત છે.
શનિવારે રાત્રે એશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા અને જયા બચ્ચનનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ રવિવારે આ ત્રણેયના ટેસ્ટ ફરીથી કરવામાં આવ્યા જેમાં એશ્વર્યા અને આરાધ્યાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રવિવારે સવારે અમિતાભના બંગલા જલસાને BMCએ સેનિટાઇઝ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યામાં કોરોનાના કોઇ લક્ષણ ન હતા. તેમણે Asymptomatic બતાવવામાં આવ્યા છે. અત્યારે આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે, શું એશ્વર્યા અને આરાધ્યાને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે કે, તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યાને કોરોના પોઝિટિવ છે. શ્રીમતી જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે, બચ્ચન પરિવાર જલ્દી જ સ્વસ્થ થાય. જો કે, થોડા સમય બાદ રાજેશ ટોપેએ પોતાનું ટ્વીટ ડિલીટ કર્યું હતું.