ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ડિસ્ચાર્જ થઇને પહોંચ્યા ઘરે - Aishwarya and Aaradhya

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બંને તેમના ઘરે પહોંચી ગયા છે. બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેની 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો નાણાવટી હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહ્યા હતા. ઘણા દિવસ બાદ બચ્ચન પરિવાર માટે સારા સમાચાર આવ્યા છે.

એશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ
એશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ

By

Published : Jul 27, 2020, 5:33 PM IST

મુંબઇ: એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 11 જુલાઇના રોજ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇએ એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જલસામાં મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ એશ અને આરાધ્યા રહેશે. 11 જુલાઇએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, અભિષેકને સામાન્ય તાવ હતો અને અમિતાભ બચ્ચનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય માટે તેમના ચાહકો સતત પ્રાર્થના કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details