ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂત કેસ :સુશાંતના વિસરા રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ નહીં, એમ્સ અહેવાલમાં આવ્યું બહાર - સીબીઆઈથી નિરાશટ

દિલ્હીની પ્રતિષ્ઠિત AIIMS હોસ્પિટલની પેનલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાનો રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.સીબીઆઈની અરજી પર ડૉક્ટર સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં એક પેનલનું ગઠન કર્યું હતું. જેમાં સુશાંતની ઑટોપ્સી અને વિસરા રિપોર્ટની તપાસ કરાઈ હતી. જેમાં ઝેરની પુષ્ટિ થઇ નથી.

Dr Sudhir Gupta
સુશાંત સિંહ રાજપૂત કેસ

By

Published : Sep 29, 2020, 10:19 AM IST

Updated : Sep 29, 2020, 12:20 PM IST

નવી દિલ્હી : સુશાંતનો વિસરા રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કોઇ ઝેરની પુષ્ટી થઇ નથી. સુશાંતના વિસરામાં કોઈ ઝેર મળી આવ્યું નથી. એઈમ્સના ડોકટરોને સુશાંતના શરીરમાં કોઈ ઓર્ગેનિક ઝેર મળ્યું નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર એક વિસ્તૃત બેઠક મળી હતી. આ દરમિયાન AIIMSના ડૉક્ટરોની પેનલ તેમનો રિપોર્ટ સીબીઆઈને સોંપ્યો છે.આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂનના રોજ મુંબઈ સ્થિત તેમના ઘરેથી આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, આ આત્મહત્યા છે પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરાઈ હતી. સીબીઆઈ સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

થોડા દિવસો પહેલા સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, સીબીઆઈથી નિરાશ છું. એમ્સ ટીમનો હિસ્સો રહેલા ડૉક્ટરે મને જણાવ્યું હતું કે, મે મોકલેલા ફોટોથી 200 ટકા સંકેત મળ્યો છે કે, સુંશાતનું ગળું દબાવી મોત થયું છે આત્મહત્યા નહીં.

ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે, પેનલનો નિર્ણય નિર્ણાયક હશે. માત્ર ફોટો જોઈને કોઈ નિર્ણય ન લેવાઈ શકે.

Last Updated : Sep 29, 2020, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details