ગુજરાત

gujarat

ETV Bharat / sitara

AICWA એ પાકિસ્તાની કલાકારો પર પતિબંધ મુકવાની કરી માગ - પાકિસ્તાની કલાકારો પર પતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા પોતાના સિનમાઘરોમાં ભારતીય ફિલ્મોને પ્રતિબંધ કરવાને લઈ ઓલ ઈન્ડિયન સિને વર્કર એસોસિએશન(AICWA)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં પાકિસ્તાની કલાકારો અને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો તથા પાકિસ્તાનીઓ પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી છે.

bollywood news

By

Published : Aug 10, 2019, 8:53 AM IST

પત્રમાં જણાવાયું છે "ઓલ ઈન્ડિયન સિને વર્કર એસોસિએશન(AICWA) દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ફિલ્મ ઉદ્યોગ ઈચ્છે છે કે પાકિસ્તાની કલાકારો, સંગીતકારો અને રાજદ્વારીઓ પર સંપુર્ણ રીતે પ્રતિંબંધ મુકવામાં આવે."

AICWA એ પાકિસ્તાની કલાકારો પર પતિબંધ મુકવાની માગ કરી

એ.આઈ.સી.ડબલ્યુ એ ' સે નોટ ટુ પાકિસ્તાન' હેઠળ વ્યાપારી અને દ્વિપક્ષીય સંબંધો પર સખ્ત પ્રતિબંધ મુકવાની માગ કરવામાં આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જ્યાં સુધી પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવામાં નહીં આવે ત્યાં સુધી કામ ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details