ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ચેન્નાઈ એક્સપ્રેસ' ફિલ્મના પ્રોડ્યુસરની દિકરીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ - શાહરૂખ ખાનની ફિલ્મના પ્રોડ્યુસરની દિકરીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

કોરોના વાઈરસે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. દુનિયાભરમાં લાખો લોકો આ વાઈરસથી સંક્રમિત થયા છે અને હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કનિકા કપૂર બાદ ચેન્નાઈ એક્સપ્રેસના પ્રોડ્યુસરની દિકરી પણ કોરોનાની શિકાર બની છે.

A
'ચેન્નાઈ એક્સપ્રેસ' ફિલ્મના પ્રોડ્યુસરની દિકરીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

By

Published : Apr 7, 2020, 6:40 PM IST

મુંબઈઃ શાહરૂખ ખાનની ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'ના પ્રોડ્યુસર કરીમ મોરાનીની દિકરી શાજિયા પણ કોરોના વાઈરસની શિકાર થઈ ગઈ છે. શાજિયાએ કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે.

બોલીવૂડમાં શાજિયા એવી બીજી પર્સનાલિટી છે જે આ જીવલેણ વાઈરસની શિકાર થઈ છે. શાજિયા પહેલા બોલીવૂડ સિંગર કનિકા કપૂરનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે કનિકાને હવે રજા આપી દેવામાં આવી છે. કરીમ મોરાનીએ બોલીવૂડમાં ચેન્નાઈ એક્સપ્રેસ સિવાય દિલવાલે, દમ અને હૈપી ન્યૂ યર જેવી મોટી ફિલ્મોને પ્રોડ્યુસ કરી છે.

ABOUT THE AUTHOR

...view details