ગુજરાત

gujarat

ETV Bharat / sitara

RRR પછી આલિયા ભટ્ટ ફરી એકવાર ડિરેક્ટર શંકરની ફિલ્મ રામ ચરણમાં જોવા મળી શકે - ફિલ્મ RRR

આલિયા ફિલ્મ RRRમાં અભિનેતા રામ ચરણની સાથે જોવા મળશે. આ સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર શંકર પણ આલિયાને તેની આગામી ફિલ્મમાં રામ ચરણની સામે કાસ્ટ કરી શકે છે.

આલિયા ભટ્ટ ફરી એકવાર ડિરેક્ટર શંકરની ફિલ્મ રામ ચરણમાં
આલિયા ભટ્ટ ફરી એકવાર ડિરેક્ટર શંકરની ફિલ્મ રામ ચરણમાં

By

Published : May 24, 2021, 8:45 AM IST

  • આલિયા ભટ્ટ ટૂંક સમયમાં પૈન ઈન્ડિયા ફિલ્મ 'RRR'માં જોવા મળશે
  • સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે સુપરસ્ટાર જુનિયર NTR અને રામ ચરણ સાથે દેખાશે
  • આલિયા અયાન મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ્સ 'બ્રહ્માસ્ત્ર' અને 'તખ્ત'માં પણ જોવા મળશે

હૈદરાબાદ : બોલિવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં પૈન ઈન્ડિયા ફિલ્મ 'RRR'માં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન એસ. એસ. રાજામૌલીએ કર્યું છે. જેમણે 'બાહુબલી' જેવી શાનદાર ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં આલિયા સીતાની ભૂમિકા નિભાવશે.

આલિયા ફરી એકવાર આ ફિલ્મમાં રામ ચરણ સાથે જોવા મળી શકે
આલિયા આ ફિલ્મમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે સુપરસ્ટાર જુનિયર NTR અને રામ ચરણ સાથે જોવા મળશે. આલિયાને બીજી એક પૈન ઈન્ડિયા ફિલ્મ મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આલિયા ફરી એકવાર આ ફિલ્મમાં રામ ચરણ સાથે જોવા મળી શકે છે. મળતી માહિતી અનુસાર, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર શંકર પોતાની આગામી ફિલ્મમાં રામ ચરણની વિરુદ્ધમાં આલિયાને કાસ્ટ કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો : પારસ છાબરા આલિયા ભટ્ટ સાથે મોટા પડદા પર કામ કરવા માગે છે

ફિલ્મ 'અન્નિયન'ના હિન્દી રિમેકનું શૂટિંગ 2022ની મધ્યમાં શરૂ થશે

ફિલ્મ નિર્દેશક શંકર બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ સાથે દક્ષિણની સુપરહિટ ફિલ્મ 'અન્નિયન'ના હિન્દી રિમેક પર કામ કરી રહ્યા છે. ફિલ્મ 'અન્નિયન'ના હિન્દી રિમેકનું શૂટિંગ 2022ની મધ્યમાં શરૂ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : અભિનેત્રી આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ નેગેટીવ

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા દેખાશે

આલિયા વિશે વાત કરવામાં આવે તો તે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં જોવા મળશે. કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાંં આવ્યું છે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે ટૂંક સમયમાં જ શૂટિંગ ફરીથી શરૂ થશે. આ સિવાય આલિયા ડિરેક્ટર અયાન મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ્સ 'બ્રહ્માસ્ત્ર' અને 'તખ્ત'માં પણ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details