મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની શિવસેનાની સાથે જુબાની જંગ ચાલી રહી છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવા કહ્યું હતું, ત્યારે કંગનાએ મુંબઇની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી હતી.
હવે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાને કહ્યું કે, કંગનાને મુંબઇમાં રહેવાનો કોઇ અધિકા નથી. જેના પર કંગનાએ એક ટ્વીટ કરતા મુંબઇને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ગણાવ્યા બાદ તાલિબાન કહ્યું છે.
કંગનાએ ગૃહ રાજ્ય પ્રધાન અનિલ દેશમુખને જવાબ આપતા લખ્યું કે, તે મારા ડેમોક્રેટિક રાઇટ્સ પર પોતે નિર્ણય લઇ રહ્યા છે. હવે તમે એક દિવસમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી તાલિબાન થઇ ગયા છો.
વધુમાં જણાવીએ તો કંગનાએ થોડા દિવસો પહેલા ટ્વીટ કરીને લખ્યું હતું કે, તેમણે માફિયાઓથી વધુ મુંબઇ પોલીસનો ડર લાગે છે. જે બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વવીટ કર્યું હતું કે, જો તેમણે મુંબઇમાં ડર લાગે છે તો અહીં પરત આવવું જોઇએ નહીં.
જેના પર કંગનાએ ટ્વીટ કરીને લખ્યું કે, શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું કે, મારે મુંબઇ પરત આવવાની જરૂર નથી. પહેલા મુંબઇના રસ્તાઓમાં આઝાદીના નારા લાગ્યા અને હવે ખુલ્લેઆમ ધમકી મળી રહી છે. આ મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જેમ કેમ લાગી રહ્યું છે.
કંગનાએ સંજય રાઉતને ચેતવણી આપતા કહ્યું કે, તે 9 સપ્ટેમ્બરે મુંબઇ આવશે. કોઇના બાપમાં હિંમત હોય તો રોકીને બતાવો.