ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'કબીર સિંહ' બાદ ક્રાઈમ ડ્રામા બનાવશે સંદીપ રેડ્ડી વાંગા - bhushn kumar next film

મુંબઈ: શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહ બ્લોકબસ્ટર હિટ રહી હતી. ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગા પોતાની આગામી અનાટાઈટલ્ડ ફિલ્મ સાથે ફરી આવી રહ્યાં છે.

KABIR

By

Published : Oct 10, 2019, 12:15 PM IST

ફિલ્મ કબીર સિંહની સફળતા બાદ ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગા, ભુષણ કુમાર અને મુરાદ ખેતાની જલ્દી જ પોતાની આગામી ક્રાઈમ ડ્રામા અનટાઈટલ્ડ ફિલ્મ બનાવવા માટે તૈયાર છે.

કબીર સિંહના ફિલ્મમેકર ભૂષણ કુમાર અને મુરાદ ખેતાનીએ ફિલ્મને ક્રાઈમ ડ્રામા બનાવવા માટે રોડ મેપ તૈયારી કર્યો છે. ફિલ્મના કલાકારોની જાહેરાત જલ્દી જ કરવામાં આવશે.

ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્ટીટર પર માહિતી આપી હતી. "કબીર સિંહ" ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. જેમાં તેને 275 કરોડ રૂપિયાનું ફિલ્મ કલેકશન કર્યું હતું.

કબીર સિંહ તેલુગુ હિટ ફિલ્મ એર્જુન રેડ્ડીની હિન્દી રીમેક હતી. તે ફિલ્મ પણ સંદીપ રેડ્ડી વાંગાએ જ બનાવી હતી. અર્જુન રેડ્ડીએ તેલુગુ સિનેમામાં ધુમ મચાવી હતી.

અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોંડા અને શાલિની પાંડેની જોડી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details