મુંબઈઃ અભિનેત્રી શ્રીદેવી અને ઇરફાન ખાન સાથે કરી ચુકેલા જાણીતા પાકિસ્તાની એકટરે ટ્વિટ કરી શ્રીદેવી અને ઈરફાન ખાનના પરિવારની માફી માગી છે. કારણ છે કે પાકિસ્તાની એન્કરનો શૉ, જેમાં શ્રીદેવી અને ઈરફાન ખાનના નિધન પર મજાક કરવામાં આવી હતી.
ખરેખર એવું બન્યું હતુ કે, એખ પાકિસ્તાની શૉ માં અદનાન સિદ્દિકીને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યાં હતાં. આ શૉ માં એન્કર તેમની સાથે બૉલીવુડ પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન એન્કરે અજનાને કહ્યું કે,' તમે રાની મુખર્જી સાથે 'મર્દાની 2' માં અને ' જિસ્મ'માંં બિપાસા બાસુ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે તે બંને બચી ગયા. તો બીજી બાજુ તમે શ્રીદેવી 'મોમ' માં અને ઈરફાન ખાન સાથે 'ધ માઈટી હાર્ટ'માં કામ કર્યુ છે અને તેમનુ નિધન થઈ ગયું.'
એન્કરની આ બેહુદા કોમેન્ટ પર ખુદ અદનાન સિદ્દિકીને પણ ગુસ્સો આવ્યો હતો. તેમને શૉ દરમિયાન જ એન્કરને રોક્યા અને કહ્યું તમે આને મજાખમાં લઈ રહ્યા્ં છે. પરંતુ મારા માટે આ મજાક નથી, બંંને વ્યકિત મારી ખુબ જ નજીક છે.'
બાદમાં અદનાન સિદ્દિકીએ ટ્વિટ કરી માફી માગી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે, ' એન્કર આમિર લિયાકત સાહેબ(પાકિસ્તાની એન્કર) એ આ મુદ્દા (શ્રીદેવી અને ઈરફાન ખાનના નિધન)ને લઈ અસંવેદનશીલ મજાક કરી છે. તે બંને મારા દિલની ખુબ જ નજીક હતાં. એન્કરનો મજાક ખોટો હતો. ગુજરી ગયેલા આ બંને હસ્તીઓ વિશે આ રીતે મજાક કરવી એ યોગ્ય નથી. તેમનું આવું કરવું માત્ર તેમની ખરાબ છાપ છોડવાની સાથે સાથે મારી અને મારા દેશની પણ ખરાબ છાપ ઉભી કરે છે.'
વધુમાં તેમણે કહ્યું કે, 'હું શ્રીદેવી સાહિબા અને ઈરફાન ખાન સાહેબના પરિવારજનો, તેમના નજીકના સગા સંબંધીઓ અને ફેન્સની માફી માગું છું. જો તે શૉ દરમિયાન તમે મારી બૉડી લેંગ્વેજ જોશો તો તમે સમજશો કે વખતે હું અસહજ અનુભવી રહ્યો હતો. મને શો પર જવાનો પણ અફસોસ છે. તમને વચન આપું છું કે ભવિષ્યમાં આવી કોઈ પણ ભુલ સહન નહી કરું. મને માફ કરી દો.'
નોંધનીય છે આ સાથે જ શ઼ૉ ના હોસ્ટ આમિર લિયાકતે પણ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી માફી માગી છે.
જોકો તેમ છતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અને સોશિયલ મીડિયામાાં લોકો આ શૉ ને બેન કરવાની માંગ કરી રહ્યાં છે. તેમજ શૉ ને ખરી ખોટી સંભળાવી રહ્યાં છે.