ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રોહમન શૉલએ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો વીડિયો અને કહ્યું.."અસ્ત થતા સૂર્યએ મને અહેસાસ કરાવ્યો" - Instagram handle

રોહમન શૉલ હાલમાં બ્રેકઅપનો સામનો કરી રહ્યો છે, ત્યારે તેણે અસ્ત થતા સૂર્યની સામે ટેરેસ પર બેઠો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે. જેમાં તેણે (Rohman Shawl instagram account) લખ્યું છે કે "અસ્ત થતા સૂર્યએ મને એક અહેસાસ કરાવ્યો" છે.

રોહમન શૉલએ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો વીડિયો અને કહ્યું.."અસ્ત થતા સૂર્યએ મને અહેસાસ કરાવ્યો"
રોહમન શૉલએ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો વીડિયો અને કહ્યું.."અસ્ત થતા સૂર્યએ મને અહેસાસ કરાવ્યો"

By

Published : Jan 24, 2022, 12:16 PM IST

હૈદરાબાદ:બોલિવૂડ દિવા સુષ્મિતા સેન અને તેનો મોડલ બોયફ્રેન્ડ રોહમન શૉલ હવે બન્ને અલગ થઇ ગયા છે, ત્યારે કાશ્મીરી રોહમન શૉલ હાલ બ્રેકઅપનો સામનો કરી રહ્યો છે. જેનો એક 'લો પોઈન્ટ' પરનો વીડિયો ઇન્સ્ટાગ્રામ (Rohman Shawl instagram account) પર શેર કર્યો છે.

રોહમને ઇન્સ્ટાગ્રામ શેર કર્યો વીડિયો

રવિવારે, રોહમને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (Instagram handle) પર એક સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં તે અસ્ત થતા સૂર્યની સામે ટેરેસ પર બેઠો જોવા મળે છે. આકાશ તરફ જોતાં રોહમન વિચારોમાં ખોવાયેલો જોવા મળે છે.

રોહમેને આપ્યું કેપ્શન

સકારાત્મક વિચારો શેર કરતા, રોહમેને લખ્યું, "અસ્ત થતા સૂર્યે મને અહેસાસ કરાવ્યો, જો તમે તમારા જીવનમાં નીચા સ્તર પર છો, તો આગળ વધવું પણ એટલું આકર્ષક છે, કે જે લોકો આ વાતનો અનુભવ કરતા હોય તો તેને જરૂર છે બસ આગળ વધવાની."

સુષ્મિતા અને રોહમન ડિસેમ્બરમાં થયા અલગ

સુષ્મિતા અને રોહમનના બ્રેકઅપની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. આ અટકળો સાચી સાબિત થઈ, જ્યારે આર્ય સ્ટાર અને રોહમને તેમનું મૌન તોડ્યું અને ડિસેમ્બરમાં અલગ થવાની ફાઇનલ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે આપ્યા બીજા સમાચાર...જાણો શું કહ્યું?

મેકઅપ દરમિયાન સારાની વૈનિટી વેનમાં બ્લાસ્ટ

ABOUT THE AUTHOR

...view details