ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવુડ પર કોરોના સંકટ: અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર બાદ વિક્કી કૌશલનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ - ભૂમિ પેડનેકર

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર બાદ હવે અભિનેતા વિક્કી કૌશલ કોરોના સંક્રમિત થયા છે. વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી આપી છે. વિક્કીએ જણાવ્યું છે કે, કોરોના પોઝિટિવ થયાં બાદ તે હોમ ક્વોન્ટાઈન છે અને ડોકટરોની સલાહ પ્રમાણે દવાઓ લઈ રહ્યા છે.

Vicky Kaushal
Vicky Kaushal

By

Published : Apr 5, 2021, 1:37 PM IST

  • બોલીવુડ પર કોરોના સંકટ
  • અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર બાદ વિક્કી કૌશલનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ
  • વિક્કી કૌશલે ઈન્સટાગ્રામ પર પોસ્ટ કરી શેર

હૈદરાબાદ: બોલીવુડ સાથે સંકળાયેલા લોકો કોરોનાની ચપેટમાં વધુને વધુ આવી રહ્યા છે. અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર બાદ હવે અભિનેતા વિક્કી કૌશલ કોરોના સંક્રમિત થયા છે. વિકી કૌશલે સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી આપી છે. વિક્કીએ જણાવ્યું છે કે, કોરોના પોઝિટિવ થયાં બાદ તે હોમ ક્વોન્ટાઈન છે અને ડોકટરોની સલાહ પ્રમાણે દવાઓ લઈ રહ્યા છે.

વિક્કી કૌશલે ઈન્સટાગ્રામ પર પોસ્ટ કરી શેર

વિક્કી કૌશલે પોતાના ઈન્સટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી છે .જેમાં તેણે લખ્યું છે કે, કોરોનાને લઈને કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરી, બધા કાળજી રાખી , દરેક બાબતનું ધ્યાન રાખ્યું છતાં પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. હાલ હું કોરોના પોઝિટિવ થયાં બાદ હોમ ક્વોન્ટાઈન છું અને ડોકટરોની સલાહ પ્રમાણે દવાઓ લઈ રહ્યો છું.

આ પણ વાંચો: '14 દિવસનો વનવાસ પૂર્ણ', કોરોનાને માત આપ્યા બાદ કાર્તિક આર્યને ફેન્સને આપી માહિતી

બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોનાની ચપેટમાં

બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના સંક્રમિત થયા છે. આર. માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી હતી. માધવને ટ્વિટમાં જણાવ્યું હતું કે, ફરહાનને રેન્ચોનો પીછો કરવો જ હતો. વાયરસ હંમેશા અમારી પાછળ હતો અને આ વખતે અમે તેની ચપેટમાં આવી જ ગયા, પરંતુ ચિંતાની કોઈ વાત નથી. ટૂંક જ સમયમાં સાજા થઈને પરત આવીશ. હાલમાં થોડા દિવસ પહેલા જ આમિર ખાન પણ કોરોના સંક્રમિત થયા છે.

બોલિવુડ સિતારા કોરોનાની ચપેટમાં

આખા દેશમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. ત્યારે કોરોનાની બીજી વેવથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કોરોનાનો પ્રભાવ વધ્યો છે. મોટાભાગનાં બોલિવૂડ સિતારા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર. માધવન, પરેશ રાવલ, આમીર ખાન, આલિયા ભટ્ટ અને ગોવિંદાનો સમાવેશ થાય આવ્યો છે. ત્યારે હવે અક્ષયે હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ

રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત

કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ છે.

અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ થયા હોસ્પિટલમાં દાખલ

ગત રવિવારે સવારે અક્ષય કુમારે ટ્વિટ કરીને જાહેરાત કરી કે, તે કોરોના પોઝિટિવ છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવી હતી. તેણે આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને તેનાં ઉત્તમ ઇલાજ માટે તે સેન્ટ્રલ મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ છે. ગત સાંજે 5 વાગ્યે તે હોસ્પિટલાઇઝ થયો છે. અક્ષય કુમારે ગત રવિવારે તેનાં કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.

ગોવિંદા કોરોના પોઝિટિવ આવતા થયા હોમ ક્વોરન્ટાઈન

અભિનેતા ગોવિંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ આપી હતી. ગોવિંદામાં કોરોનાના આંશિક લક્ષણ દેખાતા હતા. તેમનો રિપોર્ટ કરાવ્યો તો તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે, સુનીતા આહુજાએ જણાવ્યું કે, ચિંતાની કોઈ વાત નથી. હાલમાં ગોવિંદા હોમ ક્વોરન્ટાઈન છે.

ABOUT THE AUTHOR

...view details