મુંબઇ : બોલીવૂડ અભિનેતા આફતાબ શિવદાસાનીએ સોશિયલ મીડિયા પર શુક્રવારે જણાવ્યું હતું કે, તે કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ હાલ તે હોમ ક્વોરેન્ટાઇન છે.
બોલીવૂડ અભિનેતા આફતાબ શિવદાસાની કોરોના પોઝિટિવ
બોલીવૂડ અભિનેતા આફતાબ શિવદાસાની કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ બાબતની જાણકારી આપી હતી. અભિનેતાએ જણાવ્યું કે, હાલ તે હોમ ક્વોરેન્ટાઇન છે.
શિવદાસાનીએ એક પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, "હેલો બધાને, મને આશા છે કે, તમે બધા ફિટ અને સારા છો અને પોતાનું ધ્યાન રાખો છો, હાલમાં મને સૂકી ઉધરસ અને હળવા તાવના લક્ષણો જણાતાં મેં કોવિડ-19 પરીક્ષણ કરાવ્યું હતું. જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડૉકટર્સની દેખરેખમાં છું અને મને ડૉકટર્સ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન સલાહ આપવામાં આવી છે. અભિનેતાએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરવાનો અનુરોધ કર્યો છે.
તેમણે કહ્યું કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તે બધાં લોકોને હું આગ્રહ કરૂ છું કે, તે લોકો પણ પોતાનો ટેસ્ટ કરાવી લે અને સુરક્ષિત રહે. તમારા સર્મથન અને પ્રેમના કારણે હું ઝડપથી સ્વસ્થ થઇ જઇશ. માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરતા રહો. અભિનેતાના આ પોસ્ટ પર તેના ચાહકો તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.