ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા આફતાબ શિવદાસાનીએ તેમની પ્રોડક્શન કંપની 'માઉન્ટ ઝેન મીડિયા'ની જાહેરાત કરી - આફતાબ શિવદાસાની પત્ની નીન દુસાંજ શિવદાસાની

બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો શ્રેષ્ઠ અભિનય માટે જાણિતા અભિનેતા આફતાબ શિવદાસાની હવે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પગ મૂકવા જઈ રહ્યા છે. હકીકતમાં, આફતાબ અને તેની પત્ની નિન દુસાંજે તેમની પ્રોડક્શન કંપનીની જાહેરાત કરી હતી. જેને માઉન્ટ ઝેન મીડિયા નામ આપવામાં આવ્યું છે.

અભિનેતા આફતાબ શિવદાસાનીએ તેમની પ્રોડક્શન કંપની 'માઉન્ટ ઝેન મીડિયા'ની જાહેરાત કરી
અભિનેતા આફતાબ શિવદાસાનીએ તેમની પ્રોડક્શન કંપની 'માઉન્ટ ઝેન મીડિયા'ની જાહેરાત કરી

By

Published : Jul 20, 2020, 10:29 PM IST

મુંબઇ: અભિનેતા આફતાબ શિવદાસાની અને તેની પત્ની નીન દુસાંજ શિવદાસાનીએ સોમવારના રોજ તેમની પ્રોડક્શન કંપની માઉન્ટ ઝેન મીડિયાની જાહેરાત કરી હતી.

આફતાબે કહ્યું કે, "સિનેમાના વ્યવસાયથી પરિચિત હોવાના કારણે હું સમકાલીન અને આકર્ષક કન્ટેન્ટને વિકસાવવા માટે ઉત્સાહિત છું."

આ કંપનીમાં ફિલ્મ, ઓનલાઇન શો અને ડોક્યુમેન્ટ્રીના નિર્માણનું કામ થશે.

આફતાબે કહ્યું, "20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં હોવાથી મને કેમેરા સામે અનુભવ અને ફિલ્મ નિર્માણની ઘણી સારી સમજ છે." તેની નવી પ્રોડક્શન કંપનીની જાહેરાત કરતા નીને કહ્યું કે, "હું હંમેશા સ્ટોરી ટેલિંગ આર્ટથી ઘેરાયેલી રહું છું. હું વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું."

ABOUT THE AUTHOR

...view details