મુંબઇ: પ્રખ્યાત સિંગર અદનાન સામીએ કોવિડ -19 સામે ચાલી રહેલી લડાઇમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનું સમર્થન અને યોગદાન આપવાની ઘોષણા કરી છે.
46 વર્ષીય મ્યુઝિસિયને આ વાતની જાણકારી પોતાના ટ્વીટ પર આપી હતી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સમયસર અને "મહત્વપૂર્ણ પગલા" ની પ્રશંસા કરી હતી.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, આપણે દરેકે પોત-પોતાની રીતે બને તેટલો ફાળો આપવો જોઇએ અને હું પણ આ મહામારી સામે લડી રહેલા ગરીબોની મદદ કરી રહ્યો છું.