મુંબઈ: સોનુ નિગમનું કહેવું છે કે મોટી મોટી મ્યુઝિક કંપનીઓ બોલિવૂડના ગાયકો સાથે અન્યાય કરી રહી છે તેઓ સારા કલાકારોને તક નથી આપી રહી. આ વાતને અદનાન સામીએ સમર્થન આપ્યું છે.
અદનાને લખ્યું, " ભારતીય ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફારોની જરૂર છે. નવા ગાયકો, જૂના ગાયકો, તેમને મ્યુઝિક કંપોઝર અને પ્રોડ્યુસર ખૂબ શોષણ કરે છે.
તેમની આજ્ઞાનું પાલન કરો નહી તો નીકળી જાઓ. એવા લોકો કે જેમને ક્રિયેટિવિટી સાથે કોઈ લેવાદેવા નથી તેવા લોકો પોતાની મોનોપોલી બનાવીને બેઠા છે. ભગવાનની દયાથી આપણી પાસે 130 કરોડ ભારતીયો છે શું આપણે તેમને રીમિક્સ અને રિમેક જ આપે રાખવાની છે?
“જે લોકો પ્રતિભાવાન છે તેમને તક મળવી જોઈએ. ભારતીય સંગીતક્ષેત્રે અને ફિલ્મનિર્માણ ક્ષેત્રે જે બની બેસેલા ભગવાન છે તેમણે ઇતિહાસથી શીખવું જોઈએ કે ક્રિયેટિવિટીને નિયંત્રિત કરી શકાય નહી.”
સોનુ નિગમ ઉપરાંત કંગના રનૌત, રવિના ટંડન, અભિનવ કશ્યપે પણ આ મુદ્દે વાત કરી હતી.