ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Adil Hussain Birthday: આદિલ હુસેને લંડનમાં અભિનય શીખ્યો, સ્ટેન્ડઅપ કોમેડી પણ કરતા

આજે બોલિવૂડ અભિનેતા આદિલ હુસૈનનો જન્મદિવસ છે. આજે તે 59 વર્ષમાં મગળ પ્રવેશ કર્યો છે. આદિલ હુસૈનને બાળપણથી જ અભિનયનો શોખ હતો તેવો શાળામાં અભિનય કરતા અને કોલેજમાં સ્ટેન્ડ અપ કોમેડી પણ કરતા હતા.

Adil Hussain Birthday: આદિલ હુસેને લંડનમાં અભિનય શીખ્યો, સ્ટેન્ડઅપ કોમેડી પણ કરતા
Adil Hussain Birthday: આદિલ હુસેને લંડનમાં અભિનય શીખ્યો, સ્ટેન્ડઅપ કોમેડી પણ કરતા

By

Published : Oct 5, 2021, 2:52 PM IST

  • ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું
  • ફીચર ફિલ્મ કેટેગરીમાં બે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો
  • આદિલને 'ઇશ્કિયા'થી તેને બોલિવૂડમાં ઓળખ મળી

મુંબઈઃ આજે બોલિવૂડ અભિનેતા આદિલ હુસૈનનો જન્મદિવસ છે. આજે તેવો 59 વર્ષનો થયા છે. આદીલ હુસૈનનો જન્મ આસામના ગોલપરામાં થયો હતો. તેના પિતા શિક્ષક હતા અને તેવા 7 ભાઈ -બહેનો હતા. આદિલ શાળાના દિવસોથી જ અભિનય કરતો હતો. જ્યારે તે 18 વર્ષનો હતો, ત્યારે તે ગુવાહાટીની કોલેજમાં ફિલસૂફીનો અભ્યાસ કરવા માટે ઘરેથી ભાગી ગયો હતો. તે કોલેજમાં અભિનય કરતો અને કોમેડી પણ કરતો. ઘણા બોલિવૂડ કલાકારોની નકલ પણ કરતો અને લગભગ 6 વર્ષ સુધી સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કામ પણ કર્યું.

આદિલે વિવિધ ભાષાની ફિલ્માં કામ કર્યુ

આદિલ હુસૈન મોબાઈલ થિયેટર અને આસામી સિનેમા સાથે જોડાયા હતા. આ પછી, વર્ષ 1990માં દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો. બાદમાં તેમને ચાર્લ્સ વોલેસ ટ્રસ્ટ શિષ્યવૃત્તિ મળી, જેની મદદથી તેમણે લંડન સ્ટુડિયો ખાતે અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન અને અભ્યાસ બાદ તેણે આર્ટ સિનેમા તેમજ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું. ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત, અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, તમિલ, મરાઠી, મલયાલમ, નોર્વેજીયન અને ફ્રેન્ચ ફિલ્મોમાં પણ કામ કર્યું.

2004માં બંગાળી ફિલ્મ ફિલ્મોમાં પ્રવેશ કર્યો

આદિલ હુસૈને વર્ષ 2004માં બંગાળી ફિલ્મ 'ઇતિ શ્રીકાંતા' થી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે સોહા અલી ખાન પણ હતી. આદિલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. વર્ષ 2002માં ટીવી સિરિયલ જાસૂસ વિજયમાં પણ કામ કર્યું હતું. વર્ષ 2009માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'કમીને'માં તેમને ખૂબ નાનો રોલ મળ્યો. 2010માં ફિલ્મ 'ઇશ્કિયા'થી તેને બોલિવૂડમાં ઓળખ મળી. આ પછી તેને સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન સ્ટાર 'એજન્ટ વિનોદ'માં મોટી ભૂમિકા મળી. વર્ષ 2012માં જ 'લાઈફ ઓફ પાઈ'માં કામ કરવાની તક મળી. તે જ વર્ષે, તે શ્રીદેવી અભિનીત ફિલ્મ 'અંગ્રેજી-વિંગ્લિશ'માં દેખાયા હતા.

2017માં બે ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

આદિલે ક્યારેય પાછું વળીને જોયું નથી. વર્ષ 2017માં બે ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ પુરસ્કારો ફીચર ફિલ્મ કેટેગરીમાં હતા. આ રાષ્ટ્રીય પુરસ્કાર હિન્દી ફિલ્મ 'મુક્તિ ભવન' અને આસામી ફિલ્મ 'મજ રાતી કેટેકી' માટે મળ્યો હતો. આ પછી આદિલ હુસૈનને પહેલા કરતા વધુ લોકપ્રિયતા મળી છે. છેલ્લે અક્ષય કુમાર અને વાણી કપૂર અભિનીત ફિલ્મ 'બેલબોટમ'માં દેખાયા હતા. ફિલ્મમાં તેના સંવાદો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ વલસાડ આવેલા અભિનેતા મિલિંદ સોમન સાથે સેલ્ફી લેવા અધિકારી સહિત લોકોએ 20 પુશ-અપ

આ પણ વાંચોઃ ETV BHARAT સાથે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદનો ઇન્ટરવ્યુ

ABOUT THE AUTHOR

...view details