ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી વાણી કપૂરે ઉજવ્યો પોતાનો 32મો જન્મદિવસ - મુંબઈ ન્યૂઝ

અભિનેત્રી વાણી કપૂર રવિવારના રોજ પોતાનો 32મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. પરંતુ તે આ સમયે પરિવારથી દૂર છે. તેમણે જણાવ્યું માતા-પિતા અને બહેન વગર તેમનો બર્થડે અધુરો છે.

અભિનેત્રી વાણી કપૂર પોતાનો 32મો બર્થડે કરી રહી છે સેલિબ્રેટ
અભિનેત્રી વાણી કપૂર પોતાનો 32મો બર્થડે કરી રહી છે સેલિબ્રેટ

By

Published : Aug 23, 2020, 7:13 PM IST

મુંબઈ: અભિનેત્રી વાણી કપૂર રવિવારના રોજ પોતાનો 32 મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. તેમનું કહેવું છે કે, તેમનો જન્મદિવસ માતા-પિતા અને તેમની બહેન વગર અધૂરો છે.

વાણીએ જણાવ્યું કે, મારો જન્મ દિવસ માતા-પિતા અને મારી બહેન વગર અધુરો છે. તે મારી તાકાત છે. મારા જીવનની દરેક મહત્વપૂર્ણ વસ્તુનો ભાગ છે. મને ખુશી છે કે, તે લોકો સુરક્ષિત છે.

વાણી વીડિયો કોલ દ્વારા પોતાના પરિવાર સાથે જોડાયેલી રહેશે.

વાણીએ જણાવ્યું આવા વર્ષનો સમય એવો છે કે થોડી ખુશીમાં પણ સંતોષ માનવો પડે છે. હું ખુશનસીબ છું કે મારા જીવનમાં તે લોકો છે.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો વાણી પાસે અક્ષય કુમાર સાથે ‘ બેલ બોટમ' તથા આયુષ્માન ખુરાના સાથે એક ફિલ્મ પણ છે.

ABOUT THE AUTHOR

...view details