ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો વીડિયો વાઈરલ - Gujarat Samachar

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશી કોઈક રણમાં આકર્ષક અને સ્ટાઈલિશ અંદાજમાં વોક કરતી જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો વીડિયો વાઈરલ
ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો વીડિયો વાઈરલ

By

Published : Sep 3, 2021, 2:04 PM IST

  • બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ
  • ઉર્વશીએ રણમાં ગ્લેમરસ ડ્રેસ પહેરીને બનાવ્યો વીડિયો
  • આ વીડિયોમાં ઉર્વશીએ લાલ રંગનું સુંદર ગાઉન પહેર્યું છે

અમદાવાદઃબોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ સાથે જ લોકોને પસંદ પણ આવી રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશી કોઈક રણમાં સ્ટાઈલિશ અંદાજમાં વોક કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક ઉર્વશી પણ છે. આ વીડિયોમાં ઉર્વશીએ લાલ રંગનું સુંદર ગાઉન પહેર્યું છે. જોકે, તેના ફેન્સ આ વીડિયો પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. ઉર્વશીના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં જસ્ટિન બિબરનું ગીત પણ વાગી રહ્યું છે.

આ પણ વાંચો:ઉર્વશીએ ફરી એકવાર વર્કઆઉટનો વીડિયો કર્યો શેર, જીમમાં કરી રહી છે તનતોડ મહેનત

ફેન્સે ઉર્વશીના કર્યા વખાણ

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતા ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ઈંતેઝાર દો તરફા હો તો અચ્છા લગતા હૈ. તો આ વીડિયો પર એક ફેને કમેન્ટ કરી હતી કે, અપ્સરા તમારી અદા લાજવાબ છે. આપને જણાવી દઈએ કે, ઉર્વશી પોતાની તમિલ ડેબ્યુ ફિલ્મ માટે તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તે એક માઈક્રોબાયોલોજિસ્ટ અને એક આઈઆઈટીયનની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ઉર્વશી અનેક આલ્બમ સોંગમાં પણ કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details