ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી શર્લિન ચોપરાએ સાજીદ ખાન પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો - actress Sherlyn Chopra accuses filmmaker Sajid Khan of sexual misconduct

અભિનેત્રી શર્લિન ચોપરાએ સાજિદ ખાન પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, 2005માં એક મુલાકાત દરમિયાન સાજિદ ખાને તેમની સાથે દુરવ્યવ્હાર કર્યો હતો.

અભિનેત્રી શર્લિન ચોપડાએ ફિલ્મ નિર્માતા સાજીદ ખાન પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો
અભિનેત્રી શર્લિન ચોપડાએ ફિલ્મ નિર્માતા સાજીદ ખાન પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો

By

Published : Jan 20, 2021, 11:28 AM IST

Updated : Jan 20, 2021, 1:24 PM IST

મુંબઇ : અભિનેત્રી શર્લિન ચોપરાએ સાજિદ ખાન પર યોર્ન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 2005માં એક મુલાકાત દરમિયાન સાજિદે તેમની સાથે દુરવ્યવ્હાર કર્યો હતો.

શર્લિન ચોપડાનું ટ્વિટ

શર્લિન ચોપરાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, જ્યારે પિતાના મોત બાદ હું તેમને એપ્રિલ 2015માં મળી હતી. ત્યારે તેમણે મારી સાથે દુરવ્યવ્હાર કર્યો હતો. અભિનેત્રીએ કથિત બોલીવૂડ માફિયા પર પણ સાજિદને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે.

આપને જણાવી દઇએ કે, અભિનેત્રી જિયા ખાનની બહેન કરિશ્માએ પણ સાજિદ પર દુરવ્યવ્હારનો આરોપ લગાવ્યો છે. બીબીસીની એક ડોક્યૂમેન્ટરી ડેથ ઇન બોલીવુડમાં કરિશ્માએ જણાવ્યું કે, સાજિદ ખાને એક ફિલ્મના શુટિંગ દરમિયાન તેની સાથે દુવ્યવહાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સાજિદ પર યૌન પીડિતના ધણા આરોપ લાગી ચૂક્યા છે. મંદના કરીમી, સલોની ચોપડા, સિમરન સૂરી, મરીના કુંવર જેવી કેટલીય અભિનેત્રીઓએ સાજિદ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

Last Updated : Jan 20, 2021, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details