- Actress Priyanka Chopraએ ફરી એક વાર સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
- પ્રિયંકા ચોપરાએ વ્હાઈટ ડ્રેસમાં Instagram પર ફોટોઝ કર્યા શેર
- પ્રિયંકાએ પહેરેલા વ્હાઈટ ડ્રેસની કિંમત જાણીને સૌને લાગશે ઝટકો
અમદાવાદઃ બોલીવૂડ (Bollywood) અને હોલીવૂડની (Hollywood) અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસના (Actress Priyanka Chopra) નવા ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યાં છે. આ ફોટોઝમાં પ્રિયંકા વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના હોલીવૂડના ફેન્સ પણ તેના આ ફોટોઝના વખાણ કરી રહ્યા છે. પ્રિયંકા રવિવારે ન્યૂ યોર્કમાં પ્રાઈડ પરેડમાં (Pride Parade in New York) ભાગ લેવા પહોંચી હતી. તે દરમિયાન પ્રિયંકાએ વ્હાઈટ કલરનો એક ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. પ્રિયંકાએ પ્રાઈડ પરેડમાં જવાની જાણકારી ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ફોટોઝ શેર કરીને આપી હતી. આ સાથે જ પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ફિલિંગ ધ લવ ઈન એનવાયસી.
આ પણ વાંચોઃ Priyanka Chopraએ ન્યુયોર્કમાં માણ્યો પાણી-પુરીનો સ્વાદ...
બોલીવૂડ અને હોલીવૂડમાંથી લોકોએ પ્રિયંકા પર કર્યો વખાણોનો વરસાદ