ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Actress Madhuri Dixit એ ફરી એકવાર પોતાના ડાન્સથી ફેન્સના દિલ જીત્યાં, વીડિયો થયો વાઈરલ - વીડિયો

બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત ( Bollywood Actress Madhuri Dixit ) અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દર બે દિવસે માધુરી દીક્ષિત પોતાના ફેન્સ માટે નવા નવા ફોટોઝ અને વીડિયોઝ ( Videos ) અપલોડ કરતી રહે છે. ત્યારે માધુરીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર એક જોરદાર વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'આઈએ મહેરબાં' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. માધુરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

Actress Madhuri Dixit એ ફરી એકવાર પોતાના ડાન્સથી ફેન્સના દિલ જીત્યાં, વીડિયો થયો વાઈરલ
Actress Madhuri Dixit એ ફરી એકવાર પોતાના ડાન્સથી ફેન્સના દિલ જીત્યાં, વીડિયો થયો વાઈરલ

By

Published : Jul 24, 2021, 12:48 PM IST

  • અભિનેત્રી માધુરી દીક્ષિત ઈનસ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર
  • વીડિયોમાં માધુરી 'આઈએ મહેરબાં' ગીત ઝૂમતી જોવા મળી
  • માધુરીના ડાન્સ અને લૂકથી અનેક લોકો થયા પ્રભાવિત

અમદાવાદઃ બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત ( Bollywood Actress Madhuri Dixit ) અત્યારે ડાન્સ રિયાલિટી શોના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ જ્યારે પણ માધુરી દીક્ષિતને થોડો સમય મળે તો તે પોતાના નવા નવા લૂકના ફોટોઝ અને વીડિયોઝ ( Videos ) સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ માધુરીએ ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'આઈએ મહેરબાં' ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. માધુરીનો ડાન્સ અને તેનો લૂક લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.



માધુરીએ એક્સપ્રેશનથી ફેન્સના દિલ જીત્યાં
માધુરી દીક્ષિતે ( Bollywood Actress Madhuri Dixit ) શેર કરેલા વીડિયોમાં ( Videos ) તે અભિનેત્રી મધુબાલાના પ્રખ્યાત 'આઈએ મહેરબાં' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ માધુરીના એક્સપ્રેશન્સ પણ લોકોને ઘણા પસંદ પડી રહ્યાં છે. આ ડાન્સ વીડિયોમાં માધુરીએ બ્લેક એન્ડ વ્હાઈટ કલરનો સુંદર લહેંઘો પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે, માધુરીના ડાન્સના આજે પણ લોકો ફેન છે.

ABOUT THE AUTHOR

...view details