ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગના-શિવસેના વિવાદઃ અભિનેત્રીએ ફરી એકવાર ટ્વિટર દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર સાધ્યું નિશાન

સુશાંત સિંહના મોત બાદ કંગના રનૌત સતત ચર્ચા પર છે. હવે તેના નિવેદનો નેતા સુધી પહોંચ્યા છે. ટ્વિટરના માધ્યમથી કંગના સતત શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કર્યો છે. આજે ફરી કંગનાએ ટ્વિટ કરી મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

kangna ranaut
kangna ranaut

By

Published : Sep 12, 2020, 9:26 AM IST

મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત સતત શિવસેના પર હુમલો કરી રહી છે. એક પછી એક ટ્વિટ કરી કંગના રનૌત શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. મુંબઈમાં બીએમસી દ્વારા કંગનાની ઓફિસ પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ ક્વિન શિવસેના અને મહારાષ્ટ્ર પર નિશાન સાધી રહી છે. આ કડીમાં અભિનેત્રીએ આજે ફરી ટ્વિટ કરી મહારાષ્ટ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે.

કંગનાનુ ટ્વિટ

કંગનાએ ટ્વિટર પર ભગવાન સોમનાથનો ફોટો શેર કરી લખ્યું છે કે, 'સુપ્રભાત દોસ્તો આ ફોટો સમોનાથ મંદિરનો છે, સોમનાથને કેટલાય હેવાનોએ ઘણીવાર તોડી પાડવાના પ્રયાસો કર્યા છે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે ક્રુરતા અને અન્યાય કેટલોય શક્તિશાળી કેમ ન હોય, અંતમાં જીત તો ભક્તિની જ થાય છે, હર હર મહાદેવ.'

તમને જણાવી દઈએ કે, આ અગાઉ કંગનાએ ટ્વિટ કરી કોંંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું હતુ. આ સાથે જ કંગના પોતાના નિવેદનો થકી અનેક નેતા અને અભિનેતા પર હુમલો કરી રહી છે. જ્યારથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું ત્યારથી કંગના રનૌત અને તેના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details