મુંબઈ: અભિનેત્રી દિવ્યા દત્તાને લાગે છે કે, તે સારી વાત છે કે, હવે આપણે મહિલાઓ સાથે થઈ રહેલી ઘરેલું હિંસા વિશે ખુલીને વાત કરી રહ્યા છીએ. આ માટે તે સોશિયલ મીડિયાનો આભાર માને છે. જો કે, તે કહે છે કે, આ સામાજિક હિંસાને સંપૂર્ણ રીતે દૂર કરવામાં ઘણા વર્ષોનો સમય લાગશે.
દિવ્યાએ 'ધ રિલેશનશિપ મેનેજર' નામની શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ ઘરેલુ હિંસાના મુદ્દાને ધ્યાનમાં લે છે. તે કહે છે કે, મહિલાઓએ આ મામલે ચૂપ રહેવાનું બંધ કરવું જોઈએ, જે તેઓ સદીઓથી કરતી આવી રહી છે.
દિવ્યાએ IANSને કહ્યું કે, “ઘરેલુ હિંસાએ તે મુદ્દાઓ માનો એક છે, જેના પર આપણે વાત કરવાની જરૂર છે. તે દરેક સ્ત્રીના પરવરીશમાં સામેલ છે કે, તેમને એડજસ્ટ કરવું પડશે. સદીઓથી એવું કહેવામાં આવે છે કે, તેમના લગ્ન પછી બાળકો અને પરિવારને ખુશ રાખવા, તેઓએ હિંસા પણ સહન કરવી પડશે. પરંતુ, આપણે તે મુદા પર સોશિયલ મીડિયા દ્વારા વાત કરી રહ્યા છીએ.પરંતુ હું જાણું છું કે, તેને દૂર કરવામાં વર્ષોનો સમય લાગશે. તેમ છતાં તે વિશે વાત કરવી એક આશા જેવું છે.”
'ધ રિલેશનશિપ મેનેજર' નું દિગ્દર્શન ફાલ્ગુની ઠાકોરે કર્યું છે. દિવ્યાએ કહ્યું, "વાર્તાની સુસંગતતા અને તેના અંતને કારણે મને તેમાં કામ કરવા માટે પ્રેરાઈ હતી. આપણે આ અંગે કેટલા જાગૃત હોઈએ, પરંતુ કેટલીકવાર પીડિતાને આ મુદ્દે સામનો કરવા માટે પ્રેરણાની જરૂર હોય છે. "
નીરજ પાંડે દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનૂપ સોની, અનુપમ ખેર, સના ખાન અને જુહી બબ્બર પણ છે.