મુંબઇ: ફિટનેસ પ્રેમીઓ હવે દીપિકા પદુકોણના પર્સનલ ટ્રેનર નેમ વૂક પાસેથી ફીટનેસ ટીપ્સ લઈ શકે છે. આ માટે, તેઓએ એયરબીએનબી 'એટ હોમ વિથ એયરબીએનબી' પહેલ સાથે જોડાવું પડશે. વૂક તમને કહેશે કે, ફક્ત તમારા શરીરના વજનનો ઉપયોગ કરીને તમે ઘરે કેવી રીતે ફિટ રહી શકો છો.
INAS લાઇફે નેમ વૂક સાથે વાતચીત કરી, જે અન્ડર આર્મર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, લોકડાઉનમાં લોકો ફિટનેસ અને જીમિંગ પર ફરી વિચાર કરી રહયા છે. આ અંગે તમે શું કહેશો? જવાબમાં તેમણે કહ્યું કે, "આ લોકડાઉન આપણા દરેક માટે એક સંપૂર્ણપણે નવી પરિસ્થિતિ છે. સાવચેતી રૂપે લગાવેલા પ્રતિબંધો ફિટનેસ-પ્રેમીઓ માટે એક નવો પડકાર લાવ્યો છે, જો કે, આપણે નવી દિનચર્યાઓ બનાવવાની અને આપણી તંદુરસ્તી પર ધ્યાન આપવાની જરૂર છે. "