મુંબઈઃ બૉલિવુડ એકટ્રેસ ભુમિ પેડનેકરની આગામી ફિલ્મ 'દુર્ગાવતી'નું શૂટિંગ ભોપાલમાં શરૂ થઈ ગયુ છે. જે ફિલ્મ તેલુગૂ ફિલ્મ 'ભાગમતિ'ની રિમેક છે. 'દુર્ગાવતી' ફિલ્મમાં ભુમિ મુખ્ય પાત્ર ભજવી રહી છે. ફિલ્મના શૂટિંગ અંગે અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.
ભુમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'દુર્ગાવતી'નું શૂટિંગ શરૂ - બૉલિવુડ ન્યુઝ
ભુમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'દુર્ગાવતી' નું શૂટિંગ ભોપાલમાં શરૂ. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી જાણકારી આપી છે. આ ફિલ્મ તેલુગૂ ફિલ્મ 'ભાગમતી' રિમેક છે.
બૉલીવુડ ખેલાડી અક્ષય કુમાર અને ભુષણ કુમારના પ્રોડક્શન હેઠળ રજૂ થનારી ફિલ્મ 'દુર્ગાવતી'નું નિર્દેશન અશોક કરી રહ્યાં છે. આજથી ફિલ્મનું શૂટિંગ ભોપોલમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ તેલુગૂ ફિલ્મ 'ભાગમતિ' ની રિમેક છે. જેમાં અનુશ્કા શેટ્ટી લીડ રોલમાં જોવા મળી હતી. હોરર ફિલ્મ 'દુર્ગાવતી'માં ભુમિ પેડનેકર મુખ્ય પાત્ર ભજવી રહી છે.
અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર શૂટિંના મુર્હુતની એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ' 'દુર્ગાવતી' શરૂ, બસ આપના આર્શિવાદ અને શૂભેચ્છાઓની જરૂર છે.' એ જ ફોટો ભુમિએ પણ પોતોના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેણે ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે, 'તેમના (દુર્ગામા) આશિર્વાદથી અમે દુર્ગાવતીનું શૂટિંગ શરૂ કરીએ છીએ. તમારા પ્રેમ અને સપોર્ટ સાથે હું મારા કેરિયરની સૌથી સ્પેશ્યલ ફિલ્મનું શૂટિંગ શરૂ કરુ છું. અક્ષય સર હું તૈયાર છું' ભુમિ પેડનેકર છેલ્લે 'પતિ પત્ની ઔર વો ' ફિલ્મમાં જોવા મળી હતી.