- બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટી ઈંગ્લેન્ડની ગલીમાં ફરવા નીકળ્યા
- અભિનેત્રી અથિયા શેટ્ટીએ અનુષ્કા શર્માના સારા સારા ફોટોઝ કર્યા ક્લિક
- ફોટોઝમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અલગ જ અંદાજમાં જોવા મળી
અમદાવાદઃ અભિનેત્રી અનુષ્કા શર્મા(Anushka Sharma)એ થોડા દિવસ પહેલાં જ તેની પૂત્રી વમિકા(Vamika) 6 મહિનાની થઈ, તેની ખુશીમાં ફોટોઝ શેર કર્યા હતા. જો કે, તે ફોટોઝમાં વમિકાનો ચહેરો જોવા નહતો મળ્યો. ત્યારે હવે રવિવારે ફરી એક વાર અનુષ્કા શર્માએ પોતાના ફોટોઝ શેર કરીને તેના ફેન્સને ગિફ્ટ આપી છે.
આ પણ વાંચો- અનુષ્કાએ વિરાટ સાથે વિતાવેલી કેટલીક વિશેષ અને કિંમતી ક્ષણો શેર કરી
અનુષ્કાએ અનેક ફોટોઝ પડાવ્યા
અભિનેત્રી અનુષ્કા શર્મા(Anushka Sharma) અને અથિયા શેટ્ટી (Athiya shetty)બન્ને સાથે ઈંગ્લેન્ડની ગલીઓમાં ફરતી જોવા મળી હતી. તે દરમિયાન અનુષ્કાએ અનેક ફોટોઝ પડાવ્યા હતા, જેની ક્રેડિટ અથિયા શેટ્ટી(Athiya shetty)ને જાય છે. અનુષ્કાએ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં ફોટો બાય અથિયા શેટ્ટી પણ લખ્યું હતું.