ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી અંકિતા લોખંડેએ Pavitra Rishta 2.0નું શૂટિંગ કર્યું શરૂ, ફેન્સે સુશાંતસિંહ રાજપૂતને કર્યા યાદ - પવિત્ર રિશ્તા 2 પર સુશાંતસિંહ રાજપૂતના ફેન્સની પ્રતિક્રિયા

ટેલિવિઝનની ખૂબ જ પ્રખ્યાત સિરીયલ 'પવિત્ર રિશ્તા'ની બીજી સિઝનનું (Pavitra Rishta 2.0) શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ સિરીયલની અભિનેત્રી અંકિતા લોખંડે અને અભિનેતા શાહિર શેખ સ્ટારર પવિત્ર રિશ્તા 2ની પહેલી ઝલક સામે આવી છે. આખરે 12 વર્ષ પછી આ સિરીયલથી પવિત્ર રિશ્તા સિરીયલ ફરી એક વાર લોકોને જોવા મળશે.

અભિનેત્રી અંકિતા લોખંડેએ Pavitra Rishta 2.0નું શૂટિંગ કર્યું શરૂ, ફેન્સે સુશાંતસિંહ રાજપૂતને કર્યા યાદ
અભિનેત્રી અંકિતા લોખંડેએ Pavitra Rishta 2.0નું શૂટિંગ કર્યું શરૂ, ફેન્સે સુશાંતસિંહ રાજપૂતને કર્યા યાદ

By

Published : Jul 13, 2021, 12:25 PM IST

  • ટીવી સિરીયલ પવિત્ર રિશ્તાની બીજી સિઝનનું (Pavitra Rishta 2.0) શૂટિંગ શરૂ
  • અભિનેત્રી અંકિતા લોખંડે (Actress Ankita Lokhande)એ સિરીયલના સેટ પરથી ફોટા કર્યા શેર
  • સિરીયલમાં માનવના રોલમાં શાહિર શેખ (Shahir Sheikh)ની એન્ટ્રી

આ પણ વાંચોઃExclusive: ગીતા રબારીએ સંજય દત્ત સાથેની તસવીરો કરી શેર, ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં ગાયું ગીત

ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2009માં ટીવી સિરીયલ પવિત્ર રિશ્તાને (Pavitra Rishta) ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ શોએ દર્શકોના મન પર એક અલગ જ જગ્યા બનાવી હતી. તો હવે આ જ સિરીયલની બીજી સિઝન (Pavitra Rishta 2.0) ટૂંક જ સમયમાં આવી રહી છે. સિરીયલની મુખ્ય અભિનેત્રી અંકિતા લોખંડેએ (Actress Ankita Lokhande) હાલમાં જ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ મુકીને આ અંગે માહિતી આપી હતી. જોકે, હવે સિઝન 2માં માનવના રોલમાં શાહિર શેખ (Shahir Sheikh) જોવા મળશે. જ્યારે અંકિતા લોખંડે (Ankita Lokhande) અર્ચનાની ભૂમિકામાં જોવા મળશે. પવિત્ર રિશ્તા સિરીયલની પહેલી સિઝનમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput) માનવનો રોલ કર્યો હતો. જોકે, સુશાંતે શો છોડી દેતા હિતેન તેજવાનીએ માનવનો રોલ કર્યો હતો.

અભિનેત્રી અંકિતા લોખંડે (Actress Ankita Lokhande)એ સિરીયલના સેટ પરથી ફોટા કર્યા શેર

આ પણ વાંચોઃ19 Years of Devdas: સ્ટાર્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ફિલ્મ સાથે સંકળાયેલી યાદો

સિરીયલના પ્રોડક્શન હાઉસે (Production House) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોસ્ટ શેર કરી

પવિત્ર રિશ્તા 2 સિરીયલનું (Pavitra Rishta 2.0) શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ અંકિતાએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. હાલમાં જ સિરીયલના પ્રોડક્શન હાઉસ ઓલ્ટ બાલાજી (The production house of the serial is Olt Balaji)એ સિરીયલની પહેલી ઝલક ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરી હતી. આ ફોટોઝમાં શાહીર ફોર્મલ ચેક શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અંકિતા સલવાર શૂટમાં જોવા મળી રહી છે. તો એક યુઝર્સે આ પોસ્ટ પર કમેન્ટ કરતા કહ્યું હતું કે, આ શોમાં સુશાંતને યાદ કરીશું, પરંતુ શાહિર પણ આ રોલ સારો કરશે.

ABOUT THE AUTHOR

...view details