ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા ટાઈગર શ્રોફે પોતાના જાદુથી સૌને કર્યા મંત્રમુગ્ધ, વીડિયો થયો વાયરલ - bollywood news

બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના નવા નવા ફોટોઝ-વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હવે ટાઈગરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને જોઈને તમામ લોકોના હોંશ ઉડી ગયા છે. કારણ કે, આ વીડિયોમાં ટાઈગર શ્રોફ જાદુ દેખાડી રહ્યા છે. ટાઈગરનો જાદુ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અભિનેતા ટાઈગર શ્રોફે પોતાના જાદુથી સૌને કર્યા મંત્રમુગ્ધ, વીડિયો થયો વાયરલ
અભિનેતા ટાઈગર શ્રોફે પોતાના જાદુથી સૌને કર્યા મંત્રમુગ્ધ, વીડિયો થયો વાયરલ

By

Published : Aug 5, 2021, 2:25 PM IST

  • બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફે દેખાડ્યો જાદુ
  • ટાઈગર શ્રોફે જાદુ દેખાડતો વીડિયો કર્યો શેર
  • ટાઈગરનો જાદુ જોઈ તમામ લોકો અચંબામાં પડ્યા

અમદાવાદઃ અભિનેતા ટાઈગર શ્રોફે ખૂબ જ ઓછા સમયગાળામાં બોલિવુડમાં પોતાનું એક અલગ સ્થાન ઉભું કર્યું છે. ટાઈગરની ધમાકેદાર એક્શન લોકોને ખૂબ જ પસંદ આવે છે. ફિલ્મોની સાથે-સાથે ટાઈગર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. ત્યારે હવે ટાઈગરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કેટલાક લોકોને જાદુ બતાવી રહ્યો છે. ટાઈગરનો આ વીડિયો જોઈને લોકો અચંબામાં પડી ગયા છે. ત્યારે આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એક કાર્ડને બંને હાથની વચ્ચે હવામાં રાખી જાદુ બતાવ્યું

અભિનેતા ટાઈગર શ્રોફ આ વીડિયોમાં એક કાર્ડને બંને હાથની વચ્ચે હવામાં રાખી જાદુ બતાવી રહ્યા છે. જોકે, ટાઈગરના આ વીડિયોને અત્યાર સુધી 30 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જોકે, ટાઈગરે આ વીડિયો તેની કોઈક ફિલ્મના સેટ પર બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

અભિનેતા ટાઈગર શ્રોફે પોતાના જાદુથી સૌને કર્યા મંત્રમુગ્ધ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:બોલિવુડ સિંગર લઈને આવી રહ્યા છે 'બચપન કા પ્યાર', બાળક સાથે ફોટો કર્યો શેર

અભિનેતા ટાઈગર શ્રોફે પોતાના જાદુથી સૌને કર્યા મંત્રમુગ્ધ, વીડિયો થયો વાયરલ

ટૂંક સમયમાં ફરી એક વાર ક્રિતી સેનન સાથે જોવા મળશે ટાઈગર

અભિનેતા ટાઈગર શ્રોફની આગામી ફિલ્મની વાત કરીએ તો, ટાઈગર આગામી ફિલ્મ ગણપતમાં ક્રિતી સેનન સાથે જોવા મળશે. આ બંને સ્ટાર હીરોપંતી પછી ફરી એક વાર સ્ક્રિન શેર કરશે. તો પછી હીરોપંતી-2માં ટાઈગર શ્રોફની સાથે તારા સુતરિયા જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details