ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બૉલિવૂડ જગત શોકમાં ગરકાવ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા - બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી

બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ તેમણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જો કે, તેમની આત્મહત્યા કરવા પાછળનું કારણ હજૂ અકબંધ છે.

ETV BHARAT
બૉલિવૂડે અભિનેતા ગુમાવ્યો, સુશાંત સિંહ રાજપૂતે કર્યો આપધાત

By

Published : Jun 14, 2020, 3:39 PM IST

Updated : Jun 14, 2020, 5:17 PM IST

મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ તેમણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ટ્વિટર પર અનુરાગ કશ્યપ, ગૌહર ખાન અને રિતેશ દેશમુખ જેવા ઘણા ફિલ્મ સ્ટારોએ સુશાંતના મોત પર દુખ વ્યક્ત કર્યું છે.

મળતી માહિતી મુજબ, ધોની ધી અનટોલ્ડ સ્ટોરીના અભિનેતાના મૃતદેહને BMCની કુપાર હોસ્પિટલ ખાલે લઇ જવામાં આવ્યો છે.

ગળે ફાંસો ખાધેલી હાતમાં સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ

સુશાંત બૉલિવૂડના ખૂબ લોકપ્રિય એક્ટર હતા. તેમણે પોતાના કરિયરની શરૂઆત ટીવી એક્ટર તરીકે કરી હતી. તેમણે સૌથી પહેલાં 'કિસ દેશ મેં હે મેરા દિલ' નામની સિરિયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તામાંથી એમને ઓળખ મળી હતી.

ત્યારબાદ તે શુદ્ધ દેસી સોમાન્સમાં વાણી કપૂર અને પરિણીતિ તોપડા સાથે દેખાયા હતા. જો કે, તેમણે સૌથી વધુ પ્રશંસા એમ.એસ.ધોનીની ભૂમિકા નિભાવીને મેળવી હતી. આ સુશાંતની એવી પ્રથમ ફિલ્મ હતી, જેમાં તેમણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા

સુંશાંત આ ઉપરાંત ફિલ્મ સોનચિડિયા અને કેદારનાથ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમની અંતિમ ફિલ્મ ‘ડ્રાઇવ’ હતી. જેમાં તે સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત થોડા સમયથી બૉલિવૂડના ઘણા કલાકારોએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. એપ્રિલ મહિનામાં ઈરફાન ખાન અને ઋષિ કપૂર જેવા લેજેન્ડરી કલાકારોનું નિધન થયું છે.

Last Updated : Jun 14, 2020, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details