બિહાર : બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારના સભ્યોએ તેમના અસ્થિને લઈ પટના પરત ફર્યા હતા. આજે ગુરુવારે પટનામાં તેમની અસ્થિને વિસર્જિત કરવામાં આવી હતી. આ દરમિયાન સુશાંતના પિતા અને તેમની બહેન શ્વેતાસિંહ હાજર રહી હતી.
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની અસ્થિ ગંગામાં વિસર્જિત - Sushant Singh Rajput suicide update
કફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મુંબઈમાં સુશાંત સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે ગુરુવારે તેમનો પરિવાર પટના પરત ફરી તેમના અસ્થિને ગંગામાં વિસર્જિત કરી હતી.
etv bharat
અભિનેતા સુશાંત સિંહે મુંબઈમાં તેમના ફ્લેટ પર જ આત્મહત્યા કરી હતી. હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યુ નથી, પરંતુ જાણવામાં આવી રહ્યું છે કે, સુશાંત છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં હતો.