કુલ્લુ : અનલોક શરૂ થતાં જ બોલીવૂડ સિતારાઓ ફિલ્મોની શૂટિંગ માટે હિમાચલ પ્રદેશ પહોંચી રહ્યા છે. અટલ ટનલ રોહતાંગના દ્વાર ખુલતાં બોલીવૂડ કલાકારો પણ પર્યટન નગરી કુલ્લુ અને લોહૌલ સ્પીતિ પહોંચી રહ્યા છે. ત્યારે બોલીવૂડ સ્ટાર સની દેઓલ પણ પોતાની આગામી ફિલ્મની શૂટિગ માટે લાહૌલ પહોંચી ગયો છે. સની દેઓલ લાહૌલના ઉદેયપુરના જિસ્પાની સાથે તાદી સંગમની લોકેશન પણ જોયું હતું.
આપને જણાવી દઇએ કે, પર્યટકો બાદ હવે બોલીવૂડ કલાકારો લોહૌલ પહોંચતા લોહૌલ વાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે. અભિનેતા સની દેઓલ ફિલ્મનું લોકેશન જોઇ લાહૌલનો નજારો જોવાનો પણ લાભ ઉઠાવ્યો હતો. તેમણે સૌથી વધુ ઉંચાઇ પર બનેલી સૌથી લાંબી 9.2 કિ.મી અટલ ટનલ રોહતાંગની સફરનો પણ આનંદ લીધો હતો. સની દેઓલે તાદી સંગમની સામે તાંદી સરાય હટ્સમાં બપોરનું ભોજન લીધું હતું. તેમણે ભોજનમાં રાજમાનો સ્વાદ લીધો અને તેના ખૂબ વખાણ કર્યા હતા.