- અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું ગુરુવારે 40 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું
- 3 ડોક્ટર્સે મળીને ગુરુવારે બપોરે 3.30 વાગ્યાથી અભિનેતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું
- અભિનેતાના અચાનક જ નિધનથી તેમનો પરિવાર બોલિવુડ અને ટીવી જગતના તેમના અનેક ફેન્સ આઘાતમાં
હૈદરાબાદઃ ટીવીની દુનિયાના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવ શરીરનું ગુરુવારે પોસ્ટમોર્ટમ થયું હતું. ત્યારે આજે (શુક્રવારે) સવારે 11 વાગ્યે અભિનેતાના પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ ગુરુવારે બપોરે 3.30 વાગ્યે શરૂ થયું હતું. 3 ડોક્ટર્સે આ પોસ્ટમોર્ટમ કર્યું હતું અને તે દરમિયાન 2 વોર્ડબોય, એક વીડિયોગ્રાફી ટીમ અને 2 સાક્ષી હાજર હતા.
આ પણ વાંચો-‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, જાણો કોણ હતા સિદ્ધાર્થ શુક્લા
સિદ્ધાર્થનું પાર્થિવ શરીર પહેલા બ્રહ્માકુમારીની ઓફિસે લઈ જવાશે
આ બાબત પર મુંબઈ પોલીસ આજે સત્તાવાર નિવેદન આપશે. આ સાથે જ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ આજે તેમના પરિવારને સોંપવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે, સિદ્ધાર્થ શુક્લાનુું પાર્થિવ શરીર પહેલા જુહુમાં બ્રહ્માકુમારીના ઓફિસમાં લઈ જવાશે. જ્યાં પૂજાપાઠ થયા પછી મૃતદેહને અભિનેતાના ઘરે લઈ જવાશે.