- અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- મીરાએ શેર કરેલા વીડિયોમાં શાહિદ કપૂર ભાઈ ઈશાન ખટ્ટર સાથે કરી રહ્યો છે ડાંસ
- બંને ભાઈઓનો અજીબોગરીબ ડાંસ જોઈ દર્શકો પણ ચોંકી ગયા
અમદાવાદઃબોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં શાહિદ કપૂર તેના નાના ભાઈ ઈશાન ખટ્ટર સાથે અલગ જ ડાંસ કરતો જોવા મળી રહ્યો છે. જોકે, બંનેના ફેન્સને આ વીડિયો ઘણો પંસદ આવી રહ્યો છે. બંને ભાઈઓ ક્રેઝી ડાંસ કરી રહ્યા છે. તો આ વીડિયોમાં એક સ્પેશિયલ ઈફેક્ટ પણ આપવામાં આવી છે, જેના કારણે શાહિદ અને ઈશાનનો પડછાયો પણ દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો:શાહિદની 'જર્સી' પર કોરોના ઈફેક્ટ, ફિલ્મનું શૂટિંગ કેન્સલ