- અભિનેતા સલમાન ખાનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર થયો વાઈરલ
- સલમાન ખાન ફાર્મ હાઉસમાં ઘોડાને પત્તીઓ ખવડાવતા જોવા મળ્યો
- સલમાન ખાનના આ નવા અંદાજને ફેન્સે કર્યો પસંદ
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાન(Salman Khan) હંમેશા પોતાના ફાર્મ હાઉસમાં આરામ કરતા જોવા મળે છે. તેઓ ફાર્મ હાઉસમાં અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. કેટલીક વખત સલમાન ખાન ફાર્મ હાઉસના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
આ પણ વાંચો- Bollywood Actor Salman Khanએ કઈ રીતે કેટરીના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપી? જુઓ
સલમાન ખાનના ફાર્મ હાઉસનો એક વીડિયો વાઈરલ
હાલમાં જ સલમાન ખાન(Salman Khan)ના ફાર્મ હાઉસનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાન ઘોડાને પત્તીઓ ખવડાવી રહ્યા છે. આ સાથે જ તેઓ પોતે પણ આ પત્તીઓ ખાઈ રહ્યા છે.