ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાની મુખર્જી મર્દાની 2ને લઈ નર્વસ નહીં, પરતું ચિંતિત છે ! - રાની મુખર્જી

મુંબઇ: બોલીવૂડની સુંદર અભિનેત્રીઓમાં એક છે રાની મુખર્જી. જે આજે પણ તેના મનની વાત કરતા જરાં પણ સંકોચ નથી કરતી. કારણ કે, તેને લાગે છે કે બધા સામે સાચું બોલવામાં કોઇ self doubt નથી.

રાની મુખર્જી

By

Published : Nov 19, 2019, 10:59 AM IST

રાનીએ આ અંગે જણાવ્યું કે, જો તમારી અંદર self doubt નથી, તો તમે જીવનમાં આગળ વધી શકો. પોતાના મનમાં કોઇ પણ પ્રકારની ઈન સિક્યોરિટી તથા self doubt હોવો જોઈએ. તમે આવું તો ન વિચારી શકો કે, તમે વિશ્વના સૌથી સારા વ્યક્તિ છો અને જે પણ તમારા માર્ગ પર આવે તેને કરતા જાઓ.

રાની મુખર્જી

વર્ષથી ઉપર થઈ ગયું કે, અભિનેત્રી સિલ્વર સ્ક્રીન પર જોવા નથી મળી. હાલ તો અભિનેત્રી પોતાની અપકમિંગ ફિલ્મ મર્દાની 2ની રિલીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. જેમાં તે એક પોલીસના પાત્રમાં જોવા મળશે. આ પાત્રનું નામ શિવાની શિવાજી રોય છે.

રાની ફિલ્મના સિક્વલને લઇને ખૂબ જ નર્વસ છે, કે લોકો ફિલ્મના બીજા પાર્ટને પસંદ કરશે કે નહી. આ ફિલ્મનો પ્રથમ પાર્ટ વર્ષ 2014માં રિલીઝ થયો હતો, જેણે લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.

અભિનેત્રીએ કહ્યું કે, આ મને નર્વસ નથી કરતું, પરતું ચિંતિત કરે છે. હું ખુશી સાથે ચિંતિત છું કે ફિલ્મના ટ્રેલરને લોકોએ પસંદ કર્યો છે.આ જણાવે છે કે, શિવાની શિવાજી રોયના પાત્રને લોકો ખૂબ પસંદ કરશે તથા પ્રેમ આપશે. મને આશા છે કે લોકો આ ફિલ્મને પસંદ કરશે.

ABOUT THE AUTHOR

...view details