ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કાર્તિક આર્યન બન્યા શેવિંગ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર - Bombay Shaving Company

'પતિ, પત્ની ઔર વો' અભિનેતા કાર્તિક આર્યન જાણીતી શેવિંગ કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કાર્તિકે કહ્યું કે, મને પોતાના લુક્સ સાથે એક્સપેરિમેન્ટ કરવા પસંદ છે.

Etv Bharat, Gujarati News, Kartik Aaryan, Shaving Company
કાર્તિક આર્યન બન્યા આ શેવિંગ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર

By

Published : Jan 27, 2020, 8:14 PM IST

મુંબઈઃ અભિનેતા કાર્તિક આર્યન શાનદાર એક્ટિંગની સાથે પોતાના લુક્સ માટે પણ દરેકને પસંદ છે. હાલમાં જ એક્ટર એક ફેમસ શેવિંગ કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કાર્તિકે સોમવારે આ જાણકારી આપી હતી.

કાર્તિકે કહ્યું કે, 'મને મારા લુક્સ સાથે એક્સપેરિમેન્ટ પસંદ છે અને હું આ ટીમની સાથે એક બ્રાન્ડનું નિર્માણ કરવા માટે ઉત્સુક છું, જે પુરૂષોને સુંદર લુક બતાવે છે.'

'પ્યાર કા પંચનામા'ના અભિનેતાએ શેવિંગ અને ફેશિયલ ગ્રુમિંગ રેન્જનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

બ્રાન્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'કાર્તિકનો સારો લુક દેશના યુવાઓની ધડકન બન્યો છે અને તે પેઢીના લોકો પર છવાયેલો છે. તેમણે ઇન્ડ્સ્ટ્રીમાં પોતે પોતાની જગ્યા બનાવી છે, જ્યાં તે દુર્લભ છે. તેણે પોતાની પ્રતિભાના દમ પર પોતાનો દશકવર્ગ બનાવ્યો છે. યુવાઓમાં તેની અપીલ અસાધારણ છે.'

જો તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કાર્તિક જલ્દી જ 'લવ આજ કલ 2'માં સારા અલી ખાનની સાથે જોવા મળશે.

આ ફિલ્મ આ જ નામે 2009ની ફિલ્મની રિમેક છે. પહેલી ફિલ્મમાં સારાના પિતા સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હશે.

ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને આરૂષિ શર્મા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 14 ફેબ્રુઆરી, 2020ના દિવસે રિલીઝ થનારી આ ફિલ્મમાં કાર્તિક આર્યન 'વીર' અને સારા 'જોઇ'ના પાત્રમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details