- બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યને શેર કર્યો વીડિયો
- ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં ડાન્સ કરતો જોવા મળ્યો કાર્તિક
- કાર્તિકે તેરા યાર હું મેં ગીત પર એક બાળકી સાથે ડાન્સ કર્યો
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં કાર્તિક 5 થી 6 વર્ષની નાની બાળકી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે. વીડિયોમાં બાળકી 'તેરા યાર હું મેં' ગીત પર કાર્તિક આર્યન સાથે ડાન્સ કરી રહી છે. કાર્તિક અવાર-નવાર પોતાના કોઈ પણ નવા પ્રસંગના ફોટો શેર કરતો હોય છે.